તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 8th July 2026
ભારે વરસાદમા નાંદોદ તાલુકાના ખેડૂતોના કેળના પાકને નુકશાન થતા વળતરની માંગ
જો વળતર નહીં મળે તો આવનારા સમયમા આંદોલન કરીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ આપી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં તાજેતરમાં જોરદાર વરસાદ આવતા ખેડૂતને ખુબ મોટુ નુકસાન થયું છે, જે ખેડૂતે કેળનું વાવેતર કર્યું છે અને હાલ સીઝન ચાલુ છે ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોની કેળની લૂમો પડી જતા નુકશાન થયું છે.
ગયા વર્ષમાં જે 70 થી 80 રૂપિયા ભાવ હતો તે હાલ આ વર્ષે 480 રૂપિયા ભાવ છે તો ખેડૂતો સરકાર પાસે વળતરની આશા સેવી રહ્યા છે, જો વળતર નહીં મળે તો આવનારા સમયમા આંદોલન કરીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ આપી છે. આમ તો બે ત્રણ વર્ષથી ખેડૂતોના પાકને વરસાદમા નુકશાન થાય છે જેમા અમુક ને જ વળતર મળે છે તો આ વર્ષે દરેક ખેડૂતોને નુકશાનનું પૂરું વળતર મળે તેવી આશા રાખી ખેડૂતો બેઠા છે.
આ વર્ષે કેળાનો ભાવ પણ ઊંચો છે અને વરસાદમા થયેલા નુકશાનમાં ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે જેમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોય સરકાર યોગ્ય વળતર આપે એ જરૂરી છે
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
