તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
બોડેલી તાલુકામાં મગની ખેતી કરતા ખેડૂતોને નકલી કે ગુણવત્તા વિહિન બિયારણના કારણે ભારે નુકસાન
ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ દ્વારા છેતરપિંડી કરી નકલી બિયારણ વેચાયું જેના કરાઈ પાક નિષ્ફળ ગયો:ખેડૂતોની તંત્ર પાસે ન્યાય અને યોગ્ય તપાસની માંગ

બોડેલી તાલુકાના ખેડૂતો માટે આર્થિક આફત સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે. મગની ખેતી કરતા ખેડૂતો નકલી અથવા ગુણવત્તા વિહિન બિયારણના કારણે ભારે નુકસાન ભોગવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે, કે વેપારીઓ દ્વારા છેતરપિંડી કરી નકલી બિયારણ વેચવામાં આવ્યું, જેના કારણે પાક નિષ્ફળ ગયો છે. હવે ખેડૂતો તંત્ર પાસે ન્યાય અને યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે.
વારંવાર કુદરતી આફતોનો સામનો કરતા ખેડૂતોને આ વખતે માનવ સર્જિત સમસ્યાનો માર સહન કરવો પડી રહ્યો છે. બોડેલી તાલુકાના મોરખલા ગામના ખેડૂતોએ મગનું વાવેતર કર્યું હતું, પરંતુ બે મહિના વીતી ગયા છતાં પણ પાક પર શિંગો દેખાયા નથી. ખેડૂતોએ જે બિયારણ વાવ્યું હતું. તેમાં યોગ્ય વૃદ્ધિ ન થતાં તેમની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોના કહેવા મુજબ એક જ ખેતરમાં બે અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા હતા. જેમાં એક બિયારણમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. અને શિંગો પણ લાગી ગઇ છે, જ્યારે બીજા બિયારણમાં કોઈ વિકાસ થયો નથી.
આથી ખેડૂતો સીધો આક્ષેપ કરી રહ્યા છે, કે તેમને નકલી અથવા ગુણવત્તા વિહિન બિયારણ આપવામાં આવ્યું છે. જે આક્ષેપ ખેડૂત લગાવી રહ્યો છે. તેનું જ દશ વિગાનું ખેતર છે. અને તેનેજ અલગ અલગ કંપનીનું બિયારણ નાખ્યું છે. જ્યારે વેપારીને ખેડૂતે જાણ કરી તો વેપારી ઉદ્ધત જવાબ આપતા જણાવ્યું કે જે બિયારણ તેમને આપ્યું તે થેલીમાં મગનું બિયારણ તો નીકળ્યું ને અમે તો બિલથી બિયારણ ખરીદી કરીએ છે. એ તમારે ફરિયાદ કરવી હોય તો કરી શકો છે. હવે વિચારો કે ખેડૂતને આવો જવાબ મળે તો ખેડૂતની શું હાલત થાય.
જ્યારે આ મામલે બિયારણના વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે બિયારણ બિલથી ખરીદવામાં આવ્યું છે. અને પાકમાં સમસ્યા અન્ય કારણોસર પણ થઈ શકે છે. જેમ કે ટ્રીટમેન્ટ ન કરવી અથવા રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવી. જોકે ખેડૂતો આ દલીલોને નકારી રહ્યા છે, અને યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે.
હાલમાં ખેડૂતો તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન વધુ ગંભીર બની શકે છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપી અને અસરકારક કાર્યવાહી કરે છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
