<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી : વરસાદ ખેંચાતા ખરીફ પાકની વાવણીની ગતિ ધીમી

રાજ્યમાં અંદાજે 39 લાખ 72 હજાર 905 હેક્ટર વિસ્તારમાં જ ખરીફ પાકનું વાવેતર નોંધાયું:દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાવેતર થયું

અમદાવાદ :રાજ્યમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી છે. ઘણા વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકની વાવણીની ગતિ ધીમી પડી છે, જ્યારે કેટલાક જિલ્લામાં હજુ સુધી 50 ટકા કરતાં પણ ઓછી વાવણી થઈ છે. હાલ રાજ્યમાં અંદાજે 39 લાખ 72 હજાર 905 હેક્ટર વિસ્તારમાં જ ખરીફ પાકનું વાવેતર નોંધાયું છે. 

  દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાવેતર થયું છે, જેમાં કપાસનું વાવેતર પ્રથમ સ્થાને અને ત્યારબાદ મગફળીનું વાવેતર નોંધાયું છે. બીજી તરફ, લાંબા વિરામને કારણે કેટલાક વિસ્તારોમાં પહેલેથી વાવેલો પાક પણ સુકાવા લાગતા ખેડૂતો માટે આર્થિક નુકસાનની આશંકા વધી રહી છે.

(1:02 PM IST)