તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ધોળકા માર્કેટયાર્ડમાં ડાંગરના ભાવમાં ઘટાડાને પગલે ખેડૂતોમાં ભારે રોષ :300થી વધુ ટ્રેક્ટર સાથે એકઠા થયા
ડાંગરના પ્રતિ મણ રૂ. 700થી 750 સુધીના ભાવ મળતા હતા જે ઘટીને રૂ. 500થી 550 થઈ ગયા:ભાવમાં અચાનક ઘટાડો થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો

અમદાવાદ જિલ્લાના ધોળકા માર્કેટયાર્ડમાં ડાંગરના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં ડાંગરના ભાવમાં પ્રતિ મણ રૂ. 200નો ઘટાડો થયો છે. અગાઉ ડાંગરના પ્રતિ મણ રૂ. 700થી 750 સુધીના ભાવ મળતા હતા, જે ઘટીને હવે રૂ. 500થી 550 થઈ ગયા છે.
ભાવમાં અચાનક ઘટાડો થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે 300થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો માર્કેટયાર્ડમાં એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ ડાંગરના પોષણક્ષમ ભાવ આપવાની માગ કરી છે. જો યોગ્ય ભાવ નહીં મળે તો ડાંગરની હરાજીનો બહિષ્કાર કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોના વિરોધને પગલે માર્કેટયાર્ડમાં સ્થિતિ ચર્ચાનો વિષય બની છે
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
