તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ભાજપ માટે ખેડૂતો પ્રોપોગેન્ડા નહીં પ્રાયોરિટી છે : કોંગ્રેસના આંદોલન પર પૂર્વ મંત્રી જીતુભાઇ વાઘાણીના આકરા પ્રહાર
તેમણે કટાક્ષ કર્યો હતો કે આ આંદોલનમાં કોંગ્રેસના પોતાના કાર્યકર્તાઓ પણ બહાર નીકળ્યા ન હતા, જે દર્શાવે છે કે જનતાએ તેમને નકારી દીધા છે.

અમદાવાદ :ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આંદોલન પર શાસક પક્ષ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વળતો આકરો પ્રહાર કર્યો છે. જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના આંદોલનને ફ્લોપ ગણાવતા સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે ખેડૂતો ક્યારેય કોઈ રાજકીય પ્રોપોગેન્ડા એટલે કે ભ્રામક પ્રચારનો વિષય નથી, પરંતુ હંમેશા અમારી પ્રથમ પ્રાયોરિટી એટલે કે સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે આ આંદોલનમાં કોંગ્રેસના પોતાના કાર્યકર્તાઓ પણ બહાર નીકળ્યા ન હતા, જે દર્શાવે છે કે જનતાએ તેમને નકારી દીધા છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
