<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

સુરતના ઓલપાડ તાલુકામાં ડીઝલની અછતને લઈ ખેડૂતોમાં રોષ

ખેડૂતોને ખરા સમયે જ ડીઝલની અછતથી મોટું નુકશાન: .કેનાલમાંથી પાણી લેવા માટે મશીનોમાં ડીઝલ નથી.જ્યા પંપ પર ડીઝલ મળે તે માત્ર 10 લીટરથી વધુ આપતા નથી.

સુરતના ઓલપાડ તાલુકામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હાલ સહકારી મંડળીમાં ડાંગર નાંખવા આવતા ટ્રેક્ટરોની લાઈનો લાગી છે. ઓલપાડ જીન ખાતે ટ્રેકટર લઈને આવતા ખેડૂતો ડીઝલની માગ કરી રહ્યાં છે. ખેડૂતોને ખરા સમયે જ ડીઝલની અછતથી મોટું નુકશાન થઈ રહ્યું છે.કેનાલમાંથી પાણી લેવા માટે મશીનોમાં ડીઝલ નથી.જ્યા  પંપ પર ડીઝલ  મળે તે માત્ર 10 લીટરથી વધુ આપતા નથી. 

 

(6:15 PM IST)