News of Wednesday, 2nd September 2026
જંગલ જમીન ખેડાણ મુદ્દે સાગબારાના હલગામ પાડી ના ખેડૂતો ને પણ વન વિભાગ દ્વારા અટકાવાયા
હવે ખેડૂતો ને તેમના હક અને અધિકારો પર અનેક સવાલો ઊભા થયા

( ભરત શાહ દ્વારા )નર્મદા : સાગબારાના જંગલ જમીન ખેડાણ મુદ્દે ફરી વિવાદ સર્જાયો છે, વન વિભાગના અધિકારીઓ અને હલગામ પાડીના 80 જેટલા ખેડૂતો આમને સામને આવ્યા હતા. 25 માં દિવસે ધરણા નો અંત આવ્યો હતો પરંતુ હવે ખેડૂતો ને તેમના હક અને અધિકારો પર અનેક સવાલો ઊભા થયા
વર્ષો થી જંગલ જમીનના હક માટે લડત આપતા ખેડૂતો ને વન વિભાગ દ્વારા વારંવાર ખેડાણ માટે અટકાવાતા મામલો હવે ગરમાયો છે જેને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો છે
ખેડૂતો ઉમરપાડાના વડપાડા રેન્જ ના કમ્પાર્ટ 454 માં ખેડાણ કરવા ગયા હતા આશરે 80 જેટલા ખેડૂતો ને વન વિભાગે અટકાવી દીધા હતા હાજર અધિકારીએ 90 દિવસ પછી ખેડાણ કરજો તેમ કહેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
25 દિવસના ધરણામાં ખેડૂત આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડતા હોસ્પિટલ માં દાખલ કરાયા બાદ મંત્રીઓ આવ્યા અને ધરણા ઉપર બેઠેલા ખેડૂતો ને જમીન આપવાનું કહી પારણા પણ કરાવ્યા હતા, ત્યારબાદ ખેડૂતો ખેડાણ કરવા જતા વન વિભાગના અધિકારીઓ અટકાવતા મામલો ગરમાયો છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
