<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર અદભૂત વરસાદી વાતાવરણ જામ્યું :મંદિરના પગથિયાં પરથી પાણીના ધોધ વહેતાં મનમોહક દ્રશ્યો સર્જાયા

ભક્તોએ આ આહ્લાદક વાતાવરણ વચ્ચે માં કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી:ગોધરા શહેરમાં અંકલેશ્વર મહાદેવ રોડ, જિલ્લા પંચાયત માર્ગ અને યોગેશ્વર સોસાયટીમાં પાણી ભરાયા

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે અદભૂત વરસાદી વાતાવરણ જામ્યું હતું. વરસાદના કારણે મંદિરના પગથિયાં પરથી પાણીના ધોધ વહેતાં મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ભક્તોએ આ આહ્લાદક વાતાવરણ વચ્ચે માં કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પંચમહાલના ગોધરા શહેરમાં અંકલેશ્વર મહાદેવ રોડ, જિલ્લા પંચાયત માર્ગ અને યોગેશ્વર સોસાયટીમાં પાણી ભરાયા હતા.

(2:00 PM IST)