<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

પ્રસિદ્ધ અભિનેત્રી રિવા રાચ્છે સરસ મેળામાંથી ખરીદી કરી 'વોકલ ફોર લોકલ'ના મંત્રને ચરિતાર્થ કર્યો

રિવા રાચ્છે મહિલા ઉદ્યોગસાહસિકોના કૌશલ્યને બિરદાવી નાગરિકોને વધુમાં વધુ ખરીદી કરી સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર :ગુજરાતી સિનેમાની ચર્ચિત અને પ્રખ્યાત ફિલ્મ 'લાલો'ની લોકપ્રિય અભિનેત્રી રિવા રાચ્છે 'સરસ મેળા'ની ખાસ મુલાકાત લીધી હતી. મેળાની મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક મહિલાઓ, લખપતિ દીદીઓ અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ્સ નિહાળીને ઉત્સાહભેર ખરીદી કરી હતી.
અભિનેત્રી રિવા રાચ્છે મહિલા શક્તિ દ્વારા નિર્મિત હસ્તકળા અને ગૃહઉદ્યોગની અનન્ય પ્રોડક્ટ્સના વખાણ કરતા ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેમણે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે આહ્વાન કર્યું હતું.
તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો આ સરસ મેળાની મુલાકાત લે અને સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓની ખરીદી કરીને તેમના આર્થિક સશક્તિકરણમાં ભાગીદાર બને. આ પ્રકારના આયોજનોથી પાયાના સ્તરે કામ કરતી મહિલા સાહસિકોને યોગ્ય મંચ મળે છે અને તેમની મહેનતને સાચું પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે.

(9:57 PM IST)