<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

સુરતમાંથી ગુમ થયેલ ૫ વર્ષની બાળકીનો ૧૬ કલાકમાં પત્તો મેળવી પરિવાર સાથે પુનઃમિલન

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા ટીમની મદદથી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કુલદીપસિંહ ગોહિલ ટીમનું વધુ એક માનવીય કાર્ય : સામાન્‍ય પરિવારની બાળકી શોધવા ૨૫૦થી વધુ CCTV કેમેરા ચકાસ્‍યા, વ્‍હોટસેપ ગ્રુપમાં વાયરલ કર્યુઃ૪૦૦ લોકો સાથે સંવાદ કરી અશકય શકય બનાવ્‍યું

રાજકોટ તા. ૧૫ :..સુરતના સચિન GIDC વિસ્‍તારમાંથી ગુમ થયેલી પાંચ વર્ષની બાળકીને સચિન GIDC પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે માત્ર ૧૬ કલાકની સતત શોધખોળ બાદ પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવ્‍યું હતું.

ગત તા. ૧૨/૦૫/૨૦૨૬ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે પ્‍લોટ નં. ૬૪, રાધે રેસીડન્‍સી, ગોપાલ નગર પાસે રહેતા પિંકુ પુર્ણવાસી ગોડની પાંચ વર્ષની દિકરી મંગળવારી બજારમાંથી ગુમ થઈ હતી. ફરિયાદ મળતાં જ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત તથા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજિયાની સૂચના મુજબ ભ્‍ત્‍ કુલદીપસિંહ ગોહિલ દ્વારા ૫ અલગ ટીમો બનાવી તાત્‍કાલિક તપાસ હાથ ધરાઈ હતી.

પોલીસે સામાજિક આગેવાનો, વેપારીઓ અને વોટ્‍સએપ ગ્રુપમાં બાળકીના ફોટોગ્રાફસ મોકલી સઘન શોધખોળ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજિયા ટીમની મદદથી ૨૫૦થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્‍યા અને ૪૦૦થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી.

૧૬ કલાકની જહેમત બાદ પોલીસ ટીમે ગભેણી રોડ પર આવેલી મનોજ પ્રતાપસિંગ શાળા પાસેથી બાળકીને સુરક્ષિત શોધી કાઢી હતી.

આ કામગીરીમાં ASI રામશરણ દયાનંદ, ASI નાનસીંગ વાલસીંગ, ASI ભરતકુમાર અમળતલાલ અને APC મયુરદાન અમીરદાનની મહત્‍વની ભૂમિકા રહી હતી. માસૂમ બાળકીને પરત મેળવતા માતા-પિતાએ આનંદના આંસુ સાથે સુરત પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. 

 

(3:24 PM IST)