તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 16th July 2026
વડોદરાના શિનોરના અચીસરા ગામે ચાંદલાના પૈસાની લેવડદેવડ જેવા મામલે પારિવારિક વિવાદ વકરતા દંપતી પર જીવલેણ હુમલો
સગા કાકા સહિત પરિવારના જ ચાર લોકોએ ભેગા મળીને દંપતીને જાહેરમાં લાકડીઓ અને ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો:ગંભીર રીતે ઘવાયેલી એક ગર્ભવતી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અચીસરા ગામે ચાંદલાના પૈસાની લેવડદેવડ જેવી સામાન્ય બાબતમાં પારિવારિક વિવાદ વકરતા એક દંપતી પર જીવલેણ હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગા કાકા સહિત પરિવારના જ ચાર લોકોએ ભેગા મળીને આ દંપતીને જાહેરમાં લાકડીઓ અને ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલી એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ હિંસક ઘટના અંગે ભોગ બનનાર પરિવારે ફરિયાદ નોંધાવતા જ શિનોર પોલીસે તાકીદે એક્શન લઈને હુમલો કરનારા કાકા સહિત ચારેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની જેલભેગા કર્યા છે.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
