તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
સુરતમાં સોશિયલ મીડિયા પર વ્યુઝ મેળવવા માટે નકલી TTE બની મુસાફરોની ટિકિટ ચેક કરવાનું યુવકને ભારે પડ્યું
રેલવે પરિસરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા અને પોતાને TTE તરીકે ઓળખાવી મુસાફરોને ગેરમાર્ગે દોરવા મામલે ફરિયાદ દાખલ

સુરતમાં મનોરંજન અને સોશિયલ મીડિયા પર વ્યુઝ મેળવવા માટે નકલી TTE બની મુસાફરોની ટિકિટ ચેક કરવાનું યુવકને ભારે પડ્યું છે. સમી ઉલ્લાહ શેખ નામના યુવકે રેલવેના પ્લેટફોર્મ નંબર 2 અને ચાલતી ટ્રેનમાં મુસાફરોની ટિકિટ ચેક કરવાનો ઢોંગ કર્યો હતો. એટલું જ નહીં, તેણે મુસાફરોને દંડ ભરવાની ધમકી આપીને ડરાવ્યા હોવાનો આક્ષેપ છે. નકલી TTEના રોફથી કેટલાક મુસાફરો તેના પગે પડતા હોવાનાં દૃશ્યો પણ વીડિયોમાં જોવા મળ્યાં હતાં.
આ વીડિયો વાયરલ થતાં અને ફરિયાદ મળતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે લિંબાયત વિસ્તારમાંથી સમી ઉલ્લાહ શેખને ઝડપી પાડ્યો છે. રેલવે પરિસરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા અને પોતાને TTE તરીકે ઓળખાવી મુસાફરોને ગેરમાર્ગે દોરવા મામલે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
