<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

અમદાવાદના મણીનગરમાંથી નકલી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઝડપી લેવાયો

આરોપી પાસેથી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસાનું બોગસ ID કાર્ડ મળ્યું. કિરીટ અમીન અગાઉ નકલી પોલીસ બની ફરવાના ગુનામાં ઝડપાયો હતો

અમદાવાદ શહેરમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મણીનગર વિસ્તારમાંથી બોગસ અધિકારીને ઝડપી પાડ્યો છે  નકલી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બની ફરતો હતો. મણીનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી આરોપી ઝડપાયો હતો  40 વર્ષીય કિરીટકુમાર અમીન ઉર્ફે કે.બી. અમીન ઝડપાયો છે  આરોપી પાસેથી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસાનું બોગસ ID કાર્ડ મળ્યું છે આરોપી  કિરીટ અમીન અગાઉ પણ નકલી પોલીસ બની ફરવાના ગુનામાં ઝડપાયો હતો. મળેલી માહિતીના આધારે મણીનગર જયહિંદ ચાર રસ્તા પાસે વોચ ગોઠવાઈ. સરકારી હોદ્દો ના હોવા છતાં અધિકારી તરીકે ખોટી ઓળખ આપતો હતો. ખોટી ઓળખ આપી લોકોને છેતરતો હોવાની ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે .

(7:43 PM IST)