<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

અમદાવાદના નરોડામાંથી ફેક કોલ સેન્ટર ઝડપાયું: એક આરોપીની ધરપકડ

છેલ્લા ૬ મહિનાથી પોતાના ઘરેથી જ આ આખું નેટવર્ક ચલાવતા અને વિદેશી નાગરિકોને અલગ-અલગ બહાને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી રૂ. લાખો રૂપિયા પડાવતા

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્કમાંથી પોલીસે દરોડો પાડીને એક હાઈટેક ફેક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે અને સ્થળ પરથી ૧ આરોપીની ધડપકડ કરી છે. આ કૌભાંડીઓ છેલ્લા ૬ મહિનાથી પોતાના ઘરેથી જ આ આખું નેટવર્ક ચલાવતા હતા અને વિદેશી નાગરિકોને અલગ-અલગ બહાને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી રૂ. લાખો રૂપિયા પડાવતા હતા. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન અને રાઉટર સહિતનો મહત્વનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધીને આ નેટવર્કમાં જોડાયેલા અન્ય સાગરીતોની શોધોખોળ હાથ ધરી છે.

(8:03 PM IST)