<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

અમદાવાદીઓનો ફાફડા-જલેબી પ્રેમઃ વહેલી સવારથી દુકાનો બહાર લાંબી કતારો

એક જ દિવસમાં કરોડો રૂપિયાનો ફાફડા-જલેબીનો વેપાર થવાનો અંદાજ : ગુજરાતીઓ માટે દશેરા એટલે માત્ર અધર્મ પર ધર્મના વિજયનું પર્વ નથી, પરંતુ સ્‍વાદ અને સંસ્‍કૃતિનો અનોખો મહોત્‍સવ છે

અમદાવાદ તા.૨૦: વિજયા દશમીએ અમદાવાદીઓનો ફાફડા-જલેબી પ્રેમઃ વહેલી સવારથી દુકાનો બહાર લાગી લાંબી કતારો. આજે સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનું મહાપર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. નવરાત્રીના નવ નોરતા પૂરા થયા બાદ દશેરાના પાવન દિવસે ફાફડા-જલેબી ખાવાની ગુજરાતીઓની વર્ષો જૂની પરંપરા આજે પણ ઉત્‍સાહભેર જળવાઈ રહી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્‍યમાં આજે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી ચટોરા ગુજરાતીઓ દ્વારા ઝાપટી જવામાં આવશે.

આજે સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનું મહાપર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. નવરાત્રીના નવ નોરતા પૂરા થયા બાદ દશેરાના પાવન દિવસે ફાફડા-જલેબી ખાવાની ગુજરાતીઓની વર્ષો જૂની પરંપરા આજે પણ ઉત્‍સાહભેર જળવાઈ રહી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્‍યમાં આજે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી ચટોરા ગુજરાતીઓ દ્વારા ઝાપટી જવામાં આવશે.

નવરાત્રીના અંતિમ નોરતે આખી રાત ગરબા ગ્રાઉન્‍ડમાં ધમાકેદાર ગરબે ઘૂમ્‍યા બાદ પણ ખેલૈયાઓ અને અમદાવાદીઓનો ઉત્‍સાહ જરાય ઓછો થયો નથી. આજે વિજયા દશમીની વહેલી સવારથી જ શહેરના જાણીતા ફરસાણના વેપારીઓ અને મીઠાઈની દુકાનો બહાર ફાફડા અને જલેબી ખરીદવા માટે લોકોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે.

દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવાનો એક અલગ જ આનંદ હોય છે. ગરમાગરમ કડક ફાફડા, કઢી, પપૈયાનો સંભારો, તળેલા મરચાં અને સાથે મોઢામાં પાણી લાવી દે તેવી રસદાર જલેબીની જુગલબંધી માટે અમદાવાદીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા તૈયાર થઈ જાય છે. એક જ દિવસમાં કરોડો રૂપિયાનો ફાફડા-જલેબીનો વેપાર થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

ગુજરાતીઓ માટે દશેરા એટલે માત્ર અધર્મ પર ધર્મના વિજયનું પર્વ નથી, પરંતુ સ્‍વાદ અને સંસ્‍કૃતિનો અનોખો મહોત્‍સવ છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ પરિવાર સાથે બેસીને ફાફડા-જલેબીની મહેફિલ માણતા નજરે પડે છે. વહેલી સવારથી શરૂ થયેલી આ રોનક મોડી સાંજ સુધી શહેરમાં કાયમ રહેશે.

(9:51 AM IST)