તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
સુરતમાં નકલી ફ્રુટ બીયર બનાવતી ફેક્ટરી પર દરોડા :કામરેજના ધાવતા ગામે મેન્યુફેક્ચરીંગ યુનિટનો પર્દાફાશ:રૂ. 1,78,110 નો મુદ્દામાલ જપ્ત
ભંગારની કાચની બોટલો લાવી તેમાં ફ્લેવર-કેમિકલ અને ગેસ ભરી બ્રાન્ડેડ લેબલ લગાવી વેચાણ થતું: સ્થળ પરથી મળેલો એક્સપાયરી ડેટવાળો સોડા અને એનર્જી ડ્રીન્ક્સનો મોટી માત્રામાં જથ્થો ફૂડ સેફ્ટી ઓફિસરે સ્થળ પર જ નાશ કર્યો

સુરતમાં નકલી ફ્રુટ બીયર બનાવતી ફેક્ટરી ઉપર LCB ત્રાટકી છે. કામરેજના ધાવતા ગામે ગેરકાયદેસર મેન્યુફેક્ચરીંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે. અંદાજે રૂ. 1,78,110 નો મુદ્દામાલ પોલીસ અને ફૂડ વિભાગે જપ્ત કર્યો છે. ભંગારની કાચની બોટલો લાવી તેમાં ફ્લેવર-કેમિકલ અને ગેસ ભરી બ્રાન્ડેડ લેબલ લગાવી વેચાણ થતું હતું. સ્થળ પરથી મળેલો એક્સપાયરી ડેટવાળો સોડા અને એનર્જી ડ્રીન્ક્સનો મોટી માત્રામાં જથ્થો ફૂડ સેફ્ટી ઓફિસરે સ્થળ પર જ નાશ કર્યો હતો ગેરકાયદેસર યુનિટ ચલાવતો રાજસ્થાનનો ધનાલાલ ગુર્જર નામનો શખ્સ ઝડપાયો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તમામ શંકાસ્પદ ફ્રુટ બીયરનો જથ્થો સીઝ કર્યો હતો
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
