News of Wednesday, 9th September 2026
રાજપીપળા સિવિલ હોસ્પિટ અને મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પ્રોગ્રામ ઓફિસર ડૉ. કોકિલાબેન આનંદ દ્વારા ચક્ષુદાનનું મહત્વ, તેની જરૂરિયાત અને ચક્ષુદાન બાબતે સમજ આપવામાં આવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ ઓફિસર ડૉ. કોકિલાબેન આનંદ દ્વારા ચક્ષુદાનનું મહત્વ, તેની જરૂરિયાત અને ચક્ષુદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં દૃષ્ટિનું અમૂલ્ય દાન કેવી રીતે આપી શકાય તે અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
આ જાગૃતિ અભિયાન અંતર્ગત મેડિકલ વિદ્યાર્થીઓ, તબીબો, OPDમાં સારવાર માટે આવતા દર્દીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને પોલીસ કર્મચારીઓને ચક્ષુદાન અંગે માહિતી આપવામાં આવી હતી. લોકોને ચક્ષુદાન અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરી, ચક્ષુદાન માટે આગળ આવવા અને અન્ય લોકોને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ “મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં પ્રકાશ લાવવો” અને સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ વધારવાનો હતો. વિવિધ વર્ગના લોકો દ્વારા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો અને ચક્ષુદાન અંગે માહિતી મેળવી સમાજમાં આ ઉમદા સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો.
ચક્ષુદાન – મૃત્યુ પછી પણ કોઈની જિંદગીમાં દૃષ્ટિનો પ્રકાશ પાથરતું મહાદાન.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
