News of Monday, 18th May 2026
FMCG વેપારનું અસ્તિત્વ જોખમમાં: ગુજરાતમાં ૭૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સે વ્યવસાય બંધ કર્યો
અમદાવાદમાં એફએમસીજી વેપારીઓનું મહાસંમેલન યોજાયું : માત્ર ૪ થી પ ટકા માર્જિનમાં ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચ પણ નીકળવો અઘરો

અમદાવાદ,તા.૧૮: ગુજરાતમાં એફએમસીજી (ફાસ્ટ મૂવિગ કન્ઝ્યુમર ગુડ્સ) ક્ષેત્ર સાથે સંકળાયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલ વેપારીઓ માટે વધતા ઓપરેશનલ ખર્ચ, મર્યાદિત માર્જિન, ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મનો વધતો દબદબો, રેટ-પેક ડિફરન્સ અને કંપનીઓની બદલાતી નીતિઓ વચ્ચે વ્યવસાય ટકાવી રાખવો મુશ્કેલ બની ગયો છે ત્યારે શહેરમાં રવિવારે ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસો. ચેરિટેબલ ટ્રસ્ટના ‘ગુજરાત કન્વેન્શન ઓફડિસ્ટ્રીબ્યુટર્સ' ની બેઠકમાં તમામ મુદ્દાઓ ઉપર સથન ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં રાજ્યભરમાંથી એક હજારથી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા અને ચિતા વ્યક્ત કરી હતી કે જો હાલની પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં પરંપરાગત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુશન મોડલ માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે. વેપારીઓ અને આગેવાનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રાન્સપોર્ટેશન, ડીઝલ, ગોડાઉન ભાડા, મજૂરી, ઈલેક્ટ્રિસિટી અને ટેકનોલોજી ખર્ચમાં સતત વધારો થયો છે. બીજી તરફ એફએમસીજી કંપનીઓ તરફથી મળતું માર્જિન મોટાભાગે ૪ થી ૫ ટકા આસપાસ જ સીમિત છે.
ડિસ્ટ્રીબ્યુટર પાસે સ્ટાનો પગાર, જીએસટી કોમ્પ્લાયન્સ, સોફટવેર સિસ્ટમ, ડિલિવરી વાહનો, ગોડાઉન મેન્ટેનન્સ અને રિટેલર્સને ક્રેડિટ આપવાની જવાબદારી હોય છે. ઓછી આવકમાં આખી વ્યવસ્થા સંભાળવી અઘરી છે. આ આર્થિક દબાણના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ૭૦૦થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ વ્યવસાય બંધ કરી ચૂક્યા છે. ઘણા નાના વેપારીઓએ એફએમસીજી ક્ષેત્ર છોડીને અન્ય વ્યવસાય તરફ વળવાનું શરૂ કર્યું છે. વેપાર ક્ષેત્રમાં સૌથી મોટો
બદલાવ ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મના વધતા પ્રભાવથી આવ્યો છે. ગ્રાહકોને ૧૦થી ૨૦ મિનિટમાં ડિલિવરી આપવામાં આવી રહી છે. આ પ્લેટર્ફોર્મ્સ ભારે ડિસ્કાઉન્ટ, કેશબેક અને ઓફસ દ્વારા ગ્રાહકોને આકર્ષી રહ્યા છે, જેના કારણે પરંપરાગત કિરાણા અને રિટેલ દુકાનો પર સીધી અસર પડી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પરંપરાગત રિટેલ માર્કેટનો હિસ્સો હવે લગભગ ૭૦ ટકા સુધી સીમિત રહ્યો છે જ્યારે બાકીની ખરીદી
ઓનલાઈન માધ્યમ તરફ વળી રહી છે. વેપારીઓનો દાવો છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યભરમાં ૧ લાખથી વધુ નાના-મોટા રિટેલ આઉટલેટ્સ બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
વેપારીઓની મુખ્ય માંગણીઓ કઇ છે ?
ડિસ્ટ્રિબ્યુટર્સ માટે માર્જિનમાં વધારો કરવામાં આવે
ઓનલાઈન અને ઓફલાઈન વેપાર માટે સમાન રેટ નીતિ અમલમાં આવે
૧ ક્વિક કોમર્સ માટે નિયમનકારી ગાઈડલાઈન બનાવવામાં આવે
નાના વેપારીઓને સસ્તી વર્કિગ કેપિટલ અને લોન સુવિધા મળે
રેટ-પેક ડિફરન્સ અને કેટેગરી બિલિગ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે
પરંપરાગત વેપારીઓને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવા સહાય આપવામાં આવે
નાના કિરાણા વેપારીઓ માટે સુરક્ષા નીતિ ઘડવામાં આવે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
