<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

આજથી નોતપાનો આરંભ : ૨૫ મે થી ૨ જૂન સુધી ચાલશે : સૌથી ગરમ રહેશે આ ૯ દિવસ

રોહિણી નક્ષત્રમાં સુર્યનો પ્રવેશઃ ‘‘રોણ'' તરીકે પણ ઓળખાય છે રોહિણી નક્ષત્રઃ આહારમાં કાળજી આવશ્‍યક

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ આજથી એટલેકે૨૫ મે  થી ‘નોતપા' શરૂ થઈ રહ્યા છે,સૌથી ગરમ નવ દિવસો, તડકો અને લૂ થી સાવધાન. રોહિણી નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ, આહારમાં કાળજી લેવી જરૂરી ‘નોતપા' (નોતપા) એ ઉનાળાની ઋતુની સૌથી વધુ ગરમીવાળો સમયગાળો માનવામાં આવે છે, લોકમાન્‍યતા મુજબ જ્‍યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્‍યારથી શરૂ થતા સતત ૯ દિવસને નોતપા કહેવાય છે.

જ્‍યોતિષ શાષાનું હિન્‍દુ ધર્મમાં અનેરું મહત્‍વ છે, સોમવાર ૨૫ મે થી ૨ જૂન ૨૦૨૬ સુધી આકાશ માં થી કાળઝાળ આગ ઓકતા સૂર્યદેવના લીધે નોતપા નવ દિવસ ધધકતા ધખધખતા તાપનો પ્રકોપ શરૂ થઈ રહ્યો છે, રોહિણી નક્ષત્ર માં સૂર્યનો પ્રવેશ પળથ્‍વીના વિષુવવળત્ત વિસ્‍તારમાં જીવલેણ અગ્નિકુંડમાં હોમી દેવા સક્ષમ છે, જ્‍યાં ફૂંકતી સળગતી ગરમ લૂ પ્રચંડ તાપમાન માણસના શરીરને અંદરથી સુકવીને હિટ સ્‍ટ્રોક, લૂ નો શિકાર બનાવી શકે છે, રોહિણી નક્ષત્ર ને રોણ તરીકે પણ ઓળખાય છે.

જો આ ૯ દિવસોમાં સહેજ પણ બેદરકારી રાખી તો જીવલેણ ડિહાઇડ્રેશન અને ચક્કર જેવી આફતના શિકાર બની શકે છે, અસર જીવલેણ ગરમીમાં ટકી રહેવા માટે તમારે ખોરાકમાં ખાસ સાવધાની રાખવી પડશે, ભલે થયું લોકો તળેલું, વાસી, ખોરાક, માંસ, મદિરા કે પિત્ત વધારતી ચા, કોફી પીવાની ભૂલ ન કરવી તે શરીરની અંદર અગનજ્‍વાળા પેદા કરે છે,  તેના બદલે અંદર ની આગને શાંત કરવા માટે માટલાનું ઠંડુ અમળત જેવું પાણી, મોંઘી શરબત, લીંબુ, વરિયાળીનું સરબત, ગળ્‍યું પાણી અને તરસ્‍યા, ટેટી જેવા પાણી થી ભરપૂર ફળો જ ખાવા જે તમારા માટે લાભદાયક છે.

સુરક્ષા માટે શું આ પગલાં લેવા જોઈએ તો તેમાં બપોરે ૧૨ થી ૪ વાગ્‍યા દરમિયાન બહાર નીકળો તો તડકો હોય છે તેથી આ કલાકોમાં બિનજરૂરી બહાર નીકળવું નહીં,  જો બહાર જવું જ પડે તો આખા શરીર ને સુતરાઉ કપડાંથી ઢાંકી ને સાથે રૂમાલ બાંધીને અને છત્રીનો પણ ઉપયોગ કરો.

(1:21 PM IST)