News of Monday, 16th November 2026
બપોરે યોજાએલ ભાજપના સ્નેહમિલન ઉપર સહુની મીટઃ ચર્ચાનો દોર જામ્યો
રાજકીય ફેરફારના સંકેતઃ મંત્રીમંડળ અને પ્રદેશ સંગઠનમાં થઈ શકે છે ફેરબદલ

અમદાવાદ તા.૧૬: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજ્યના મંત્રીમંડળમાં ફેરબદલની સાથે ભાજપના પ્રદેશ સંગઠનમાં પણ મોટા ફેરફારો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
ગાંધીનગરમાં રાજકીય સમીકરણો અને મંત્રીમંડળની કામગીરી અંગે ચર્ચાઓ વચ્ચે હવે ભાજપના નેતાઓની બેઠકો અને સંગઠનાત્મક સમીક્ષાનો દોર શરૂ થયો છે.
આજે ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્યાલય કમલમ ખાતે સાંજે ૩ વાગ્યે શ્નદિવાળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો અને પક્ષના તમામ હોદ્દેદારોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીની સૂચનાથી ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ પણ આ તોહમિલનમાં હાજર રહેશે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે રાજ્યના કેટલાક મંત્રીઓની નબળી કામગીરી અને આંતરિક વિવાદોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે. કેટલાક નવા ચહેરાઓને તક મળવાની પણ શકયતા છે.
બીજી તરફ, ભાજપના ઙ્કદેશ સંગઠનમાં પણ ફેરફારની તૈયારીઓ ચાલી રહી હોવાનું મનાય રહ્યું છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાઈકમાન્ડ દ્વારા નવા માળખા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, મંત્રીમંડળ કે સંગઠનમાં ફેરફાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આજે બપોરે કમલમ ખાતે યોજાનાર તોહમિલન બાદ ગુજરાત ભાજપના રાજકારણમાં નવા સંકેતો મળી શકે છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
