તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી સૌની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા ગુજરાત ભાજપાના પ્રભારી તરુણ ચૂઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી
પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા ભાજપા અધ્યક્ષ મયંકભાઇ દેસાઈ, પ્રભારી હર્ષદભાઈ વસાવા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યાં

ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજીએ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ગુજરાતના પંચમહાલ જિલ્લા સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન-પૂજન કરી સૌની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા ભાજપા અધ્યક્ષ મયંકભાઇ દેસાઈ, પ્રભારી હર્ષદભાઈ વસાવા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
