<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ધનાઢય પરિવારમાં મહિલાઓએ ‘‘મિત્ર' રાખવા પણ ગુનોઃ શંકાથી કોર્ટમાં ઘમાસાણ

સામાન્‍ય પરિવારમાંથી ધનાઢય પરિવારમાં પુત્રવધૂ બનીને ગયેલી મહિલાની આપવીતિ : મહિલાએ પતિના અન્‍ય કોઇ મિત્રની સાથે મિત્રતા નહીં રાખવાનું કહેતા સુખદ સમાધાન થયું

સુરત,તા.૩૦: સામાન્‍ય પરિવારમાંથી ધનાઢ્‍ય પરિવારમાં પુત્રવધુ બનીને ગયેલી મહિલાની આપવીતિ સાંભળીને કોર્ટમાં સૌકોઈ ચોંકી ઉઠ્‍યા હતા. ધનાઢ્‍ય પરિવારમાં પતિના મિત્રોને મિત્ર બનાવવા પણ ગુનો બની શકે તેવો કિસ્‍સો બન્‍યો છે. પોશ વિસ્‍તારમાં રહેતા યુવકે પોતાની જ પત્‍ની ઉપર શંકા કરીને ઘરમાંથી કાઢી મુકતા મામલો કોર્ટમાં પહોંચ્‍યો હતો. જો કે, મહિલાએ પતિના કોઈપણ મિત્રોની સાથે વાતચીતનો પણ સંબંધ નહીં રાખવાનું કહેતા આખરે સુખદ સમાધાન થયું હતું. આ કેસની વિગત મુજબ પોશ વિસ્‍તારમાં રહેતા એક યુવક નામે જનકના લગ્ન સામાન્‍ય પરિવારની યુવતી ટીના (બંને નામો બદલ્‍યા છે) ની સાથે થયા હતા.

આ જનક અને ટીના વચ્‍ચે સોશીયલ મીડિયા મારફતે થયેલી મિત્રતા બાદ પ્રેમ થયો હતો અને આખરે આ મિત્રતા પ્રેમલગ્નમાં પરીણમી હતી. પヘમિ કલ્‍ચરમાં જીવન જીવતો જનક ટીનાને પણ પોતાની સાથે અનેક પાર્ટીઓમાં લઈ જતો હતો. વીકએન્‍ડમાં ફરવા તેમજ મિત્રો સાથેના ટૂરમાં પત્‍નીને પણ સામેલ કરતો હતો. આ તમામ પાર્ટીઓ તેમજ પ્રોગ્રામો થકી ટીનાના જનકના અન્‍ય મિત્રોની સાથે સંપર્કો થયા હતા. રૂબરૂ વાતચીતથી માંડીને ટેલીફોનીક પણ સંપર્કો વધ્‍યા હતા. જેવી રીતે સંપર્કો વધ્‍યા તેવી જ રીતે જનકના મનમાં શંકા-કુશંકા ઘર કરવા લાગી હતી. આખરે જનકે ટીના ઉપર ચારિત્ર્યને લઇને ગંભીર આક્ષેપો કરતા ટીના ઘર મુકીને પિયરમાં જતી રહી હતી. ટીનાએ એક મહિલા વકીલ મારફતે જનકને નોટીસ મોકલાવી હતી. પરંતુ સામે જનકના વકીલ અંકિતા એચ. પટેલે આ વાતને ગંભીરતાથી લીધી હતી અને કેસ ટ્રાયલમાં જાય તે પહેલા જ મીડિએશનમાં મોકલીને સમાધાનનો પ્રયાસ કર્યો હતો. મીડિએશનમાં મીડિએટર આઈ.પી. જોબનપુત્રા (બકુલભાઈ)એ બંને પક્ષોને સાંભળ્‍યા હતા અને તેઓને સમજાવ્‍યા હતા.

ટીના અને જનકના વકીલો તેમજ મીડિએટરના હકારાત્‍મક અભિગમથી એક સુખી-સંપન્ન અને સ્‍વસ્‍થ પરિવારનો માળો વિખાતો રહી ગયો હતો. ટીનાએ કોર્ટમાં પરિવાર અને વકીલોની હાજરીમાં પતિના અન્‍ય કોઇ પુરુષ મિત્રની સાથએ મિત્રતા નહીં કરવાનો નિર્ધાર કર્યો હતો. પતિએ પણ ટીનાની વાત માનીને પોતાના મનમાં જે કંઈ શંકાઓ હતી તેને દૂર કરીને તેણીને અપનાવી લીધી હતી. બંનેના પોઝિટીવ અભિગમથી આ કેસનું સુખદ સમાધાન થયું હતું.પતિ-પત્‍ની વચ્‍ચેની આ મિત્રતા જોઈને બંનેના પિતાજી પણ ભેટી પડ્‍યા હતા.

(10:18 AM IST)