તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
અબજોપતિ હોય કે સામાન્ય માનવી.. અમદાવાદ પોલિસના ભેદભાવ વગરના કાર્ય પર લોકો આફ્રિન
અનુપમસિંહ ગેહલોત, નીરજ બડ ગુજ્જર, જયપાલસિંહ રાઠોડ, અશ્વિન ચૌહાણ જેવા સિનિયર ips હોય કે પછી એસીપી યુવરાજસિંહ ગોહિલ, કે pi શ્રી. દેસાઈ, pi એલ એલ ચાવડા વિગેરે pi, psi કે તમામ પોલીસ સ્ટાફે અદભુત ફરજનીષ્ઠાના દર્શન કરાવ્યા સુરતમાં પ્રથમ રાઉન્ડ સમયે માસુમ બાળકોના મળતદેહ શોધવા યુનિફોર્મ સાથે પાણીમાં કૂદી લોકોના આશીર્વાદ મેળવનાર મૂળ રાજકોટના pi કુલદીપસિંહ ગોહેલે ૪૫ લોકોને સહીસલામત ઉગાર્યાઃ રાજકોટના જ વતની નવસારી dysp ભગીરથસિંહ ગોહિલ (નિવળત pi વી.વી.ગોહિલ)ના પુત્રએ ઇમર્જન્સી વાહનો માટે ટ્રાફિક મેનેજમેન્ટ સંભાળી જીવ બચાવ્યા સુરત રેન્જ વડા પ્રેમવીરસિંઘ તમામ જિલ્લાઓની પરિસ્થિતિનો ફટાફટ કયાસ કાઢી, લોકોના બચાવ કાર્યની રણનીતિ મુજ્બ વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજા, નવસારી એસપી કાર્યરત રહ્યાઃ વલસાડ રેલ્વે સ્ટેશનમાં ફસાયેલ લોકોની પણ આઇજીએ નાયબ મુખ્ય મંત્રી સાથે રહી લોકોને હિંમત આપી

રાજકોટ, તા.૨૫: સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા લોકોના મનોચક્ષુઃ સમક્ષ કેવી તસ્વીર ઉપસે છે, તે કહેવાની જરૂર નથી, પણ પોલિસનો માનવી ચહેરો અને તેનું બિજુ રૂપ પણ છે આના પ્રત્યક્ષ દર્શન સુરતના લોકોને ટૂંકા સમયમાં બીજી વખત થયા, આ સાથે નવસારી, વલસાડ જિલાના લોકોને પણ થયા.
અમદાવાદમાં પણ આફતના વાદળો આભ ફાટયા હોય તેમ વર્ષ્યા, યોગાનુંયોગ અમદાવાદના પોલીસ કમીશનર પદે પ્રજા, પોલીસ અને પ્રેસના પ્રિય એવા અનુપમસિંહ ગેહલોત છે, બચાવ કાર્યમાં અબજોપતિથી સામાન્ય લોકોના બચાવ માટે અદભુત કાર્યો ભેદભાવ વગર થયા, નીરજ બડ ગુજ્જર, જયપાલસિંહ રાઠોડ, અશ્વિન ચૌહાણ વિગેરેના માર્ગદર્શનમાં એસીપી યુવરાજસિંહ ગોહિલ, pi શ્રી. દેસાઈ, pi એલ. એલ. ચાવડા સહીત આખા પોલિસ તંત્રએ બજાવેલ કામગીરીથી સરકારની છબી ઉજ્વળ બની.
સાઉથ ગુજરાતમાં રેન્જ વડા પ્રેમવીર સિંઘ દ્વારા આખી સ્થિતિનો ફટાફટ અભ્યાસ કરી, તુરત શું શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું. નવસારીમાં ટ્રાફિક જામ, ઇમર્જન્સી કેસોમાં મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ નિવારવા dysp ભગીરથસિંહ ગીહીલ ગ્રાઉન્ડ ઝીરો રોડ પર આખી સ્થિતિ કંટ્રોલ કરી, પોતાના પિતાશ્રી નિવળત અને ખૂબ અનુભવી એવા પોલીસ ઇન્સ્પેક્ટર વી. વી. ગોહિલના સંસ્કાર ઉજાગર કર્યા. વલસાડમાં આભ ફાટવાથી રેલવે સ્ટેશન પર ફસાયેલાં લોકોની બચાવ કાર્ય નિહાળવા ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, રેન્જ વડા પ્રેમવીર સિંઘ, એસપી યુવરાજસિંહ જાડેજા પોહ્ચ્યા લોકોએ પોલીસ કામગીરીની સરાહના કરી.
મુળ રાજકોટના વતની અને રાષ્ટ્રીય લેવલે ક્રિકેટ ટીમમાં સામેલ, અને પૂર્વ સીપી અનુપમસિંહ ગેહલોતના માનવીય કાર્યોથી પ્રેરણા મેળવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલે ફરી રાજકોટને ગૌરવ અપાવ્યું છે. ૪૫ લોકોના જીવ બચાવવાં સ્થળાતંર કરાવ્યું, દરેક લોકો માટે ભોજન વ્યવસ્થા, સાથે પોતાના પર્સનલ મોબાઈલ નંબર આપ્યા.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
