<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

બરડા વન્‍ય જીવ અભ્‍યારણની મુલાકાત લઇને યુરોપિયન પ્રવાસીઓ રોમાચિંત

વિદેશી પ્રવાસીઓએ જંગલ સફારીની મુલાકાત અને કિલેશ્વર મંદિરે દર્શન કર્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ :..  યુરોપથી ભારત અને ગુજરાતના પ્રવાસે આવેલા પ્રવાસીઓના એક જૂથે આજે બરડા વન્‍યજીવ અભયારણ્‍યની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રવાસીઓએ બરડા ડુંગરની પ્રાકળતિક સુંદરતા, હરિયાળી અને સમળદ્ધ વન્‍ય પર્યાવરણનો આનંદ માણ્‍યો હતો. અભયારણ્‍યની સ્‍વચ્‍છતા, સુવ્‍યવસ્‍થિત આયોજન અને પ્રવાસીઓ માટે ઉપલબ્‍ધ માહિતીપ્રદ સુવિધાઓ જોઈને વિદેશી મહેમાનોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.

યુરોપિયન પ્રવાસીઓએ જણાવ્‍યું હતું કે બરડાના જંગલમાં વાહન દ્વારા સફર કરવાનો અનુભવ અત્‍યંત રોમાંચક અને યાદગાર રહ્યો હતો. જંગલમાં જોવા મળતી વિવિધ વનસ્‍પતિઓ, કાંટાળા છોડ અને થોર (કેક્‍ટસ) અંગે માહિતી આપતાં સાઇનબોર્ડ તેમના માટે વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યાં હતાં. આ માહિતીથી તેમને સ્‍થાનિક વનસ્‍પતિ અને કુદરતી સંપદા વિશે જાણવાની તક મળી હતી.

 પ્રવાસીઓએ ઐતિહાસિક કિલેશ્વર મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હતી. અહીં મગર, કાચબા અને વિવિધ પ્રકારનાં પક્ષીઓને નિહાળીને તેઓ પ્રકળતિના વૈવિધ્‍યથી પ્રભાવિત થયા હતા.

આ બરડા અભયારણ્‍યની પ્રાકળતિક જાળવણી અને સ્‍વચ્‍છતા અંગે સંતોષ વ્‍યક્‍ત કરતાં પ્રવાસીઓએ વન વિભાગ તથા સ્‍થાનિક તંત્રનો આભાર માન્‍યો હતો. સાથે જ ભવિષ્‍યમાં અભયારણ્‍યના પ્રવાસન રૂટનું વધુ વિસ્‍તરણ કરવામાં આવે, જેથી પ્રવાસીઓ જંગલના વિશાળ વિસ્‍તારનો વધુ સમય સુધી આનંદ માણી શકે તેવી અપેક્ષા પણ વ્‍યક્‍ત કરી હતી.

(11:51 AM IST)