<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

યુરોકિડ્‍સ તમામ ૧૦ મહત્‍વપૂર્ણ શહેરોમાં વિસ્‍તરણ કરવા આતુર

૨૦થી વધારે નવી પ્રીસ્‍કૂલ સ્‍થાપિત કરવાની યોજના

 

રાજકોટ તા. ૯ : ગુજરાતમાં બાળકોને બાળમંદિરનાં ઉચ્‍ચ ગુણવત્તાયુક્‍ત શિક્ષણમળે એ માટે સારા પ્રયત્‍નો થઇ રહ્યા છે. રાજ્‍યમાં શિક્ષણની આ બદલાતી પળષ્‍ઠભૂમિમાં ભારતની પ્રસિદ્ધ પ્રીસ્‍કૂલ એક્ષ્પર્ટ યુરોકિડ્‍સે ગાંધીધામ, સુરેન્‍દ્રનગર, મોરબી, નવસારી, મહેસાણા, ભરુચ, વલસાડ, ભૂજ, જામનગર અને વાપીમાં બાળમંદિરનું સારું શિક્ષણ આપવાની સુવિધાઓ વધારવાની યોજના આજે જાહેર કરી હતી.

યુરોકિડ્‍સનું લક્ષ્યાંક આગામી ૧૦ મહિનાઓમાં ૨૦થી વધારે નવી પ્રી-સ્‍કૂલ શરૂ કરવાનું છે, જેથી ગુજરાતના બાળકો અને પરિવારો સુધી ઉચ્‍ચ ગુણવત્તાયુક્‍ત શિક્ષણ સરળતાપૂર્વક પહોંચી શકે.

આ ૧૦ શહેરોમાં લૉજિસ્‍ટિક્‍સ, ઉત્‍પાદન, રિન્‍યૂએબલ એનર્જી અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં સતત રોકાણથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને વિવિધ સમુદાયો ઝડપથી -ગતિ કરી રહ્યાં છે.

યુરોકિડ્‍સની કામગીરીના આ વિસ્‍તરણ વિશે વાત કરીને લાઇટહાઉસ ર્લનિંગના પ્રી-કે ડિવિઝનના સીઇઓ કેવીએસ સેશાસાઈએ કહ્યું હતું, યુરોકિડ્‍સમાં અમે હંમેશાં માનીએ છીએ કે બાળમંદિરનું શિક્ષણ બાળકોમાં આત્‍મવિશ્વાસ વધારે છે, જિજ્ઞાસાવળત્તિ ખીલવે છે અને આજીવન શીખવાની વળત્તિને દિશા આપવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિસ્‍તરણથી અમે એવા શૈક્ષણિક ઉદ્યોગસાહસિકો સાથે જોડાણ કરીશું, જેઓ નાનાં બાળકો માટે શીખવાનો સાર્થક અનુભવ ઊભો કરવાના અમારા વિઝન સાથે સંમત છે. વધારે જાણકારી મેળવવા રવિ સિંઘ મો.૯૧ ૯૭૨૪૩૪૪૦૪૩નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:47 PM IST)