તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th November 2026
અમદાવાદના બાપુનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો
ઘર્ષણમાં 1 મહિલા કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થતાં 3 મહિલાઓની અટકાયત

અમદાવાદના બાપુનગર સ્થિત ભીડભંજન રોડ પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એસ્ટેટ વિભાગની ટીમ સાથે લારીધારકો અને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર ઘર્ષણ કર્યું હતું, જેમાં એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા ગયેલી મહિલા પોલીસ સાથે પણ ઝપાઝપી થતાં 1 મહિલા કોન્સ્ટેબલને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ બાપુનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 મહિલાઓને રાઉન્ડ અપ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
