તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 23rd April 2026
રાજ્યભરમાંથી ચૂંટણી સંદર્ભે ૨૭ કરોડનો ઈગ્લિશ, ૧.૭૬ કરોડનો દેશી દારૂ ઝબ્બે
મતદારો, કાર્યકરોને ખુશ કરવા વપરાવાનો હતો! : તંત્ર દ્વારા ૧ લાખ ૭૦ હજાર ઈસમો સામે અટકાયતી પગલાં લેવાયા

અમદાવાદ,તા.૨૩: ગુજરાતમાં ગત પહેલી એપ્રિલે સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી જાહેર થઈ ત્યારથી માંડીને ૨૨ એપ્રિલ સુધીમાં કુલ રૂ.૨૭ કરોડની કિમતની ઇંગ્લીશ દારૂની બોટલો તથા રૂ. ૧ કરોડ ૭૯ લાખની કિમતનો દેશી દારૂ પકડાયો છે. જ્યારે આ દારૂના ટ્રાન્સ્પોર્ટેશનમાં વપરાતા વાહનો સહિત રૂ.૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂનો આ જથ્થો સામાન્ય સંજોગોમાં પકડાતાં જથ્થા કરતાં વધુ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ૨૨ દિવસના ગાળામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ કુલ ૧ લાખ ૭૦ હજાર જેટલા ઈસમો સામે અટકાયતી પગલાં લેવાયા છે. આમાં પાસા, તડીપારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સહિત વારંવાર અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્ત્વો પણ સામેલ છે. સૂત્રો કહે છે કે, સ્થાનિક ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ન્યાયી ઢબે યોજાય તે માટે અત્યાર સુધી કુલ ૨૨ હજારથી વધુ ઈસમો સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈલેક્શનના સંદર્ભે પરવાના હેઠળના ખાનગી હથિયારો જમા લેવાની ૯૯.૯૮ ટકા કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં અત્યાર સુધી રાજ્યભરમાંથી કુલ પર હજારથી વધુ હથિયારો જે તે પોલીસ સ્ટેશનોમાં જમા લેવાયા છે. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલ ગુરુવારે મતદાન યોજાનારું છે, જ્યારે રાજ્યના ૯૫ ટકા મતદારો આવરી લેતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે રવિવારે મતદાન થનારું છે. આ ચૂંટણીઓ સંદર્ભમાં પોલીસ તંત્ર દ્વારા ઉપરોક્ત પગલાં લેવાયા છે.
રાજ્ય ચૂંટણી પંચે કંટ્રોલ રૂમ ખોલ્યો
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રવિવારે યોજાનારી સ્થાનિક ચૂંટણીઓના સંદર્ભમાં ફરિયાદો, રજૂઆતો મેળવવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. ૨૫મીએ ૦૭૯-૨૩૨-૫૫૯૫૧ અને ૨૬મીએ ૦૭૯-૨૩૨-૫૫૯૫૩, ૫૭૩૮૧ અને ૫૭૩૮૩ ટેલીફોન નંબર ઉપર ફરિયાદો નોંધાવી શકાશે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
