તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
દિવાળી વેકેશન દરમિયાન અંબાજી તરફ જતા માર્ગો પર મિની મહાકુંભ જેવો માહોલ: માર્ગો પર પદયાત્રીઓનો ભારે ઘસારો
પદયાત્રીઓની સુરક્ષા માટે માર્ગો પર પોલીસ પેટ્રોલિંગ વધારવા અને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માગ ઉઠી

બનાસકાંઠામાં દિવાળી વેકેશન દરમિયાન અંબાજી તરફ જતા માર્ગો પર મિની મહાકુંભ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના મહાકુંભની જેમ વેકેશનમાં પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી દર્શન કરવા નીકળી પડ્યા છે. જેના પગલે અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જોકે, બાવળા નજીક પદયાત્રીઓ સાથે સર્જાયેલા અકસ્માત બાદ તેમની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. પદયાત્રીઓની સાથે વાહનોની અવરજવર પણ વધતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ભયના માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ અંબાજીની પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સુરક્ષા માટે માર્ગો પર પોલીસ પેટ્રોલિંગ વધારવા અને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માગ ઉઠી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
