News of Friday, 17th July 2026
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ બેઠકોની 28મીએ ચૂંટણી : શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સુચના
પ્રસંગોપાત ખાલી પડેલ કુલ- ૧૫ બેઠકોની પેટા ચૂંટણીઓ તારીખ-૨૮/૦૭/૨૦૨૬, મંગળવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી મતદાન

અમદાવાદ : શ્રમ નિયામક યાદીમાં જણાવે છે કે, રાજ્યની જુનાગઢ મહાનગરપાલિકાની ૧ બેઠક, દેવગઢ બારીઆ અને વિસનગર નગરપાલિકાઓની ૭ બેઠકો , આણંદ જિલ્લા પંચાયતની ૧ બેઠક તથા હળવદ, પોશીના, સતલાસણા, હારીજ, નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતોની ૬ બેઠકો મળી પ્રસંગોપાત ખાલી પડેલ કુલ- ૧૫ બેઠકોની પેટા ચૂંટણીઓ તારીખ-૨૮/૦૭/૨૦૨૬, મંગળવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
