<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

થરા નગરપાલિકાના 6 વોર્ડની 34 બેઠકો માટે ચૂંટણી જાહેર થતા પંથકમાં રાજકીય ગરમાવો

આગામી 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરના રોજ મતગણતરી

બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી થરા નગરપાલિકાની ચૂંટણી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીના એલાન સાથે જ થરા પંથકમાં રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ, થરા નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે. અગાઉની ટર્મની વાત કરીએ તો, આ 24 બેઠકોમાંથી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને 4 બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ વખતે રાજકીય સમીકરણો કેવા રહેશે તે તો ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે.

 

તંત્ર દ્વારા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જાહેર થયેલ શેડ્યૂલ મુજબ, આગામી 11 ઓક્ટોબર ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ 13 ઓક્ટોબર ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય નેતાઓ અને સંભવિત ઉમેદવારોએ લોકસંપર્ક વધારી દીધો છે.

(10:14 PM IST)