તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 29th October 2026
સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી જાહેર ;6 નવેમ્બરે યોજાશે ચૂંટણી
ચૂંટણીની જાહેરાત થતાં જ ડેરીના રાજકારણમાં હલચલ વધી

સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી જાહેર થતાં ડેરીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી 6 નવેમ્બરના રોજ બંને પદ માટે ચૂંટણી યોજાશે. સાબર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત અઢી વર્ષની હોય છે. હાલમાં શામળ પટેલ ચેરમેન અને ઋતુરાજ પટેલ વાઇસ ચેરમેન તરીકે કાર્યરત છે. હવે અઢી વર્ષની મુદત પૂર્ણ થવાની પ્રક્રિયા વચ્ચે બંને પદ પર ફરીથી આ જ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે કે નવા ચહેરાઓને તક મળશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. ચૂંટણીની જાહેરાત થતાં જ ડેરીના રાજકારણમાં હલચલ વધી છે અને 6 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં શું પરિણામ આવશે તેના પર સૌની નજર મંડાઈ છે
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
