તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ગુજરાતની રાજયસભાની ૪ બેઠકો માટે ૧ મહિનામાં ચૂંટણી
નરહરિ અમીન, રામભાઇ મોકરિયા, રમીલાબેન બારા અને શકિતસિંહ ગોહિલ ર૧ જુને નિવૃત થાય છે : ભાજપના વર્તમાન ૩ પૈકી કોઇને ફરી તકની શકયતા નહિવતઃ ચારેય બેઠકો પર ભાજપ બિનહરીફ ચૂંટાય તેવા સ્પષ્ટ સંજોગો : કોંગ્રેસ પાસે રાજયસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નથીઃ ગુજરાતમાંથી રાજયસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ જ ન હોય તેવું પ્રથમ વખત બનશેઃ રાજયસભાના સભ્યની મુદત ૬ વર્ષની.

રાજકોટ તા ૬: ગુજરાતની ૪ સહિત દેશની રાજ્યસભાની ૨૬ બેઠકોની મુદત આવતા મહિને પૂરી થઈ રહી છે. નવા સભ્યો ચૂંટવા માટે એકાદ મહિનામાં ચૂંટણીનું એલાન થશે. ગુજરાતમાંથી ચાર સભ્યો નિવળત્ત થાય છે .ચારેચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવા સ્પષ્ટ સંજોગો છે .
ગુજરાતના રાજ્યસભાના ભાજપના સભ્યો નરહરિ અમીન, રામભાઈ મોકરીયા, રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ નિવળત્ત થઈ રહ્યા છે. તેમની મુદત ૨૧ જૂન સુધીની છે .ભાજપ આ ત્રણમાંથી એકી સભ્યને રીપીટ કરે તેવી શકયતા નહીવત છે.
ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત એવું બનશે કે આવનારા સમયમાં રાજ્યમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું કોઈ પ્રતિનિધિત્વ જ નહીં રહે. હાલ વિધાનસભામાં કોંગ્રેસના માત્ર ૧૨ ધારાસભ્યો છે તેથી કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર મૂકવા પણ સક્ષમ નથી. ચારેય સભ્યો ભાજપના જ ચૂંટાશે.
રાજ્યસભામાં ગુજરાતની કુલ ૧૧ બેઠકો છે .જેમાં કેન્દ્રીય મંત્રીઓ જેપી નડા અને એસ જયશંકર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. બહારના બે સભ્યો ગુજરાતમાંથી રાજ્યસભામાં હોવાથી હવે બહારના કોઈને ગુજરાતમાંથી રાજ્યસભામાં લઈ જવામાં આવે તેવી શકયતા એકદમ ઓછી છે .ભાજપ જ્ઞાતિ ભૂગોળ વગેરે ધ્યાને રાખી નવી પસંદગી કરે તેવી શકયતા છે. ભાજપ અનેક વખત આヘર્યજનક પસંદગી કરી ચૂકયો છે. મેં ઉત્તરાર્ધ અથવા જુનના પ્રારંભે રાજ્યસભાની ચૂંટણી થાય તેવી શકયતા છે. ગુજરાતના અન્ય ૩ સભ્યો કેસરીદેવસિંહ ઝાલા, બાબુભાઇ દેસાઇ અને એસ. જયશંકર ઓગષ્ટ ર૦ર૯માં નિવૃત થશે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
