<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ચૂંટણીઃ સુરત એપી સેન્‍ટરઃ છેલ્લા ૪ દિવસમાં ૨૩ પાસા,

૩૦ તડીપાર સહિત ૪ માસમાં ૩૦૩ આ સંદર્ભે જેલ ભેગા કરેલ પોલીસ કમિશનરે દૂરંદેશી દાખવી,ચાલુ વર્ષના પ્રારંભથી જ રણનીતિ ઘડી, જે કામયાબ રહીઃ અકીલા સાથે પડદા પાછળની વિસ્‍તળત વાતો PCB પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરા વર્ણવે છે.... વર્ષના પ્રારંભથી દરેક અસામાજિક તત્‍વોને ડેટા સંબંધક પોલીસ મથક પાસેથી સામેથી સીપીશ્રીની સૂચના મુજબ PCB દ્વારા એકઠા કરી સંતોષ માનવાને બદલે લોકોને વિશ્‍વાસમાં રાખી તેમની પાસેથી પણ મળેલ નામોનો સમાવેશ કરતાં લોકોમાં ઍક વિશ્‍વાસની લાગણી ઊભી થયેલઃ PCB PI

રાજકોટ, તા.૨૮: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ માટે આ વખતે સુરત ગુજરાતનું એપી સેન્‍ટર હોવાથી અને અહીં તમામ પક્ષો ખૂબ એક્‍ટિવ હતા, આવા સમયે ચૂંટણી બંદોબસ્‍ત જાળવવામાં વ્‍યસ્‍ત રહેલ પોલીસની સ્‍થિતિનો લાભ ઉઠાવી અસામાજિક તત્‍વો એન કેન પ્રકારે વાતાવરણ ડહોળી નાખે તેવી દહેશત સાથે લોકોને ભયમુક્‍ત બની મતદાન કરતા રોકે તેવી દહેશત અંતર્ગત છેલ્લા ૪ દિવસમાં કુલ ૨૩ આરોપીઓને પાસના પીંજરે  પૂરી દીધા હોવાનું જેમના નેતળત્‍વ હેઠળ PCB બ્રાન્‍ચે સપાટો બોલાવ્‍યો તેવા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર  એસ  સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

કાપડ માર્કેટ છેતરપિંડી આરોપી, હીરા બજાર છેતરપીડી આરોપી હોય કે પછી ATM છેતરપીડી આરોપી અહીંથી મામલો પૂર્ણ થતો નથી  મહિલા અને કિશોરીઓની છેડતી કરવા માટે કૂ વિખ્‍યાત પણ જેલ ભેગા થાય અને લોકોમા સંપૂર્ણ સુરક્ષાનો અહેસાસ થાય તે પર પોલીસ કમિશનરશ્રીએ ફોક્‍સ કરી ફુલ પ્રૂફ દરખાસ્‍ત માટે ખાસ સૂચના પણ આપેલ તેમ પોલીસ ઇન્‍ડિએક્‍ટર આર એસ. સુવેરાએ જણાવેલ.

સુરતની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ સંદર્ભે પ્રત્‍યેક વિસ્‍તારના માથાભારે ગુનેગારો અંગેની માહિતી પોલીસ મથક સાથે લોકોને વિશ્વાસમાં રાખી આચારસંહિતા અંતર્ગત કુલ ૭૭ સાને પાસા કરેલ, ૩૦ ઇસમો તડીપાર કરવા સાથે સ્‍થાનિક ચૂંટણી કેન્‍દ્રમાં રાખી ચાલુ વર્ષમાં ગણતરીના માસમાં ૩૦૩ને જેલ ભેગા કરેલ, આમ સુરત ચૂંટણીમાં એપી સેન્‍ટર હોવા છતાં, અપવાદરૂપ ઘટના બાદ કરતાં પોલીસ કમિશનરની દૂરંદેશીને કારણે હેમખેમ બહાર આવી ગયા હતા.

(12:21 PM IST)