તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારોની વરણીઃ પી. ડી. પટેલ બન્યા ચેરમેન, જે. જે. પટેલ બીસીઆઈ મેમ્બર તરીકે નિયુક્ત

અમદાવાદ, તા. ૧૯ : ગુજરાત રાજ્યના ધારાશાષાીઓની સર્વોચ્ચ સંસ્થા ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) ની નવી કાર્યકારિણી અને મહત્વના હોદ્દેદારોની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે યોજાયેલી બાર કાઉન્સિલની સામાન્ય સભામાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની પસંદગી પર મહોર મારવામાં આવી હતી.
તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણી બાદ આજે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં બાર કાઉન્સિલના વિવિધ પદો અને વૈધાનિક સમિતિઓ માટે પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી છે, જેમાં:
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (ચેરમેન): પી. ડી. પટેલ, વાઇસ ચેરમેનઃ નિમિષાબેન ધોત્રા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI મેમ્બર): જે. જે. પટેલ, એક્ઝિકયુટિવ કમિટી (ચેરમેન): અનિરુદ્ધસિંહ ઝાલા, એનરોલમેન્ટ કમિટી (ચેરમેન): હિતેશ પટેલ.
રાજ્યભરના વકીલોના હિતોના રક્ષણ, વેલ્ફેર સ્કીમ્સ તેમજ કાયદાકીય વહીવટને વેગ આપવા માટે નવી ટીમ કાર્યભાર સંભાળશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે પસંદગી પામેલા વરિષ્ઠ ધારાશાષાી જે. જે. પટેલ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વકીલોનું પ્રતિનિધિત્વ કરશે.
બાર કાઉન્સિલના નવા સુકાનીઓની બિનહરીફ અને સર્વાનુમતે વરણી થતાં જ રાજ્યભરના વિવિધ જિલ્લા-તાલુકા બાર એસોસિએશનો અને વકીલ આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તથા નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
