<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ચૂંટણી જંગ: મતદાન પ્રક્રિયામાં અડચણ, સવારના ૧૧ વાગ્યા સુધીમાં કંટ્રોલ રૂમમાં ૨૬ ફરિયાદોનો ઢગલો

EVMમાં ટેકનિકલ ખામી અને મતદાર યાદીમાં નામ ન હોવાની સમસ્યાઓ મુખ્ય; આચારસંહિતા ભંગ અંગે પણ આવી ફરિયાદો

અમદાવાદ : આજે મતદાન પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચના કંટ્રોલ રૂમમાં સતત ફરિયાદોનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. સવારના ૧૧ વાગ્યા સુધીના આંકડા મુજબ, ચૂંટણી પંચને વિવિધ મુદ્દે કુલ ૨૬ જેટલી ફરિયાદો મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મતદાન મથકો પર નાગરિકો દ્વારા જે મુખ્ય મુદ્દાઓ પર ફરિયાદો નોંધાવવામાં આવી છે, તેમાં EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાવી, મતદાર યાદીમાં નામ ન હોવું અને આચારસંહિતાના ભંગ જેવી ગંભીર બાબતોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચ દ્વારા આ ફરિયાદોના ત્વરિત નિકાલ માટે વહીવટી તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં મતદાન પ્રક્રિયામાં રહેલી વ્યવસ્થાપકીય ખામીઓ અને નાગરિકોની સમસ્યાઓ દૂર કરવા માટે ચૂંટણી પંચના અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

(1:08 PM IST)