તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
સુરતના ઇચ્છાપોરમાં સ્પીકરનો અવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધને હથોડી મારીને પતાવી દેવાયા
71 વર્ષીય વૃદ્ધને હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા: ભટલાઈ ગામે નજીવી બાબતે વૃદ્ધની હત્યાથી ચકચાર: હથોડીના ઘા મારી વૃદ્ધની હત્યા કરી ત્રણ આરોપી ફરાર.

સુરતના ઇચ્છાપોરમાં સ્પીકરનો અવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધને હથોડી મારીને પતાવી દેવાયાની ઘટના બની છે. સ્પીકરનો અવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધની હત્યા થઇ હતી. 71 વર્ષીય વૃદ્ધને હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા . ભટલાઈ ગામે નજીવી બાબતે વૃદ્ધની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. હથોડીના ઘા મારી વૃદ્ધની હત્યા કરી ત્રણ આરોપી ફરાર થયા હતા ઇચ્છાપોર પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય હત્યારાઓને ઝડપ્યા હતા . ભાગી રહેલા ત્રણેય આરોપીઓ રેલવે સ્ટેશન પરથી ઝડપાયા હતા . પશ્ચિમ બંગાળના ત્રણ મજૂરો સામે વૃદ્ધની હત્યાનો ગુનો નોંધાયો છે . સુવેન્દુ ગણેશ હોનાગા , શંકરસિંગ સીબુસિંગ અને સંતુ ઉર્ફે સુપ્રિયો નરૂગોપાલ હોનાગાની ધરપકડ કરાઈ છે .
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
