તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
સ્કૂલોમાં ફરજિયાત ‘સુગર બોર્ડ' બનાવવા ફરી શિક્ષણ બોર્ડનો આદેશ
ઘણી સ્કૂલોએ હજુ સુધી સુગર બોર્ડ બનાવ્યું ન હોવાથી કેન્દ્રની સૂચના બાદ ફરી પરિપત્ર

અમદાવાદ તા.૧૯: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત જુલાઈમાં તમામ ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલોને સુગર બોર્ડેની રચના કરવા આદેશ કરાયો હતો. જો કે અનેક સ્કૂલોએ હજુ સુધી સુગર બોર્ડની રચના કરી નથી ત્યારે નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ચાઈલ્ડ રાઈટ્સના તાજેતરના પરિપત્ર બાદ ફરી એકવાર ગુજરાત બોર્ડે સ્કૂલો માટે સુગર બોર્ડની રચના સંદર્ભે પરિપત્ર કર્યો છે.
બાળકોમાં ટાઈપ-૨ ડાયાબિટિસનું પ્રમાણ ચિતાજનક રીતે વધી રહ્યું છે. ખાંડના વધુ પડતા સેવનના કારણે ડાયાબિટીસ ઉપરાંત સ્થૂળતા, દાંતની સમસ્યાઓ અને અન્ય મેટાબોલિક વિકૃતિઓમાં પણ ખાંડનું પ્રમાણ ફાળો આપે છે. ૪થી૧૦ વર્ષના બાળકો અત્યારે કેલરીના સેવનમાં ૧૩ ટકા જેટલી અને ૧૧થી૧૮ વર્ષના બાળકો ૧૫ ટકા જેટલી ખાંડનો ઉપયોગ કરે છે.
જો કે ખાંડનો ઉપયોગ પાંચ ટકા થવા, જોઈએ. ગુજરાત શિક્ષણ બોર્ડે અગાઉ ગત વર્ષે જુલાઈમાં પણ સુગર બોર્ડની રચના કરવા બાબતે પરિપત્ર કર્યો હતો.પરંતુ ઘણી સ્કૂલોએ અમલ કર્યો નથી.દરમિયાન તાજેતરમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા સુગર બોર્ડની રચના બાબતે રાજ્યોને પત્ર લખાયો છે. જેને પગલે બોર્ડે
ફરી એકવાર ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલોને સૂચના આપવા આદેશ કર્યો છે. સુગર બોર્ડ એટલે શું? ખાંડવાળા નાસ્તા, પીણાં અને પ્રોસેસ્ડ ખોરાકના ઉપયોગથી સુગરનું પ્રમાણ બાળકોમાં વધતુ હોઈ તમામ સ્કૂલોએ બાળકોમાં આ સંદર્ભે જાગૃતિ માટે સુગર બોર્ડની રચના જરૂરી કરાઈ છે. જેમાં દરેક ખોરાકની કેલેરી -સુગર મુજબની તમામ માહિતી-વિગતો હોય.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
