તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
શિક્ષિત યુવા મહિલાઓએ સહકારી ક્ષેત્ર સાથે જોડાઈને સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવું જોઈએ : શ્રી ઘનશ્યામભાઈ અમીન

અમદાવાદ (કેતન ખત્રી) : ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદના ઉપક્રમે રાજ્યની જુદી જુદી કૉલજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે સહકારી ક્ષેત્રે યુવા મહિલાઓની ભાગીદારી વધે તે માટે ‘‘કો-ઓપ. કનેક્ટ અને સહકારથી સમળદ્ધિની સમજ'' વિષય વસ્તુને ધ્યાનમાં રાખી યુવા મહિલા સેમિનાર - ૨૦૨૬નું આયોજન અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સહકારી આગેવાન અને રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ અમીનના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો. નેશનલ ફેડરેશન ઓફ અર્બન બેન્ક એન્ડ ફેડરેશન સોસાયટી લિ. ન્યૂ દિલ્હીના વાઈસ ચેરમેન શ્રી મિલિંદ કાલેજીએ જણાવ્યું હતું કે, સહકાર એ આપણી સંસ્કળત્તિ છે. સહકારથી જીવન બદલી શકાય છે. ગુજરાતમાં યુવા મહિલાઓના ભવિષ્યનો રસ્તો સહકારી ક્ષેત્રે મળી રહે તે માટે મારા મેન્ટર શ્રી ઘનશ્યામભાઈ અમીનને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ત્યારે સહકારી ક્ષેત્રે જોડાઈને તમારા જીવનને સમળદ્ધ બનાવજો.અતિથિ વિશેષ સ્થાનેથી રાષ્ટ્રની સાંપ્રત સહકારી પ્રવળત્તિ અંગે માહિતી અને માર્ગદર્શન આપતાં એનસીયુઆઈ, ન્યૂ દિલ્હીના આસિસ્ટંટ ડાયરેક્ટરશ્રી ઇન્દ્રપ્રિત કૌરએ જણાવ્યું હતું કે, સહકારી પ્રવળત્તિની સક્ષમ અને ટેકનોલોજીથી આધુનિક બનાવામાં આવી રહી છે. આ પરિવર્તનમાં ગામ અને ટેકનોલોજીને સમજનાર યુવાનોની સહકારી ક્ષેત્રે ખૂબ જરૂર છે. શ્રી ઘનશ્યામભાઈ અમીન અને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી ક્ષેત્રે યુવા મહિલાઓને જોડવા માટે કરવામાં આવતાં પ્રયત્નો અભિનંદને પાત્ર છે, તેમ જણાવાયું છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
