<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અમદાવાદની Electrotherm India Ltd. સામે EDની મોટી કાર્યવાહી, Rs 43.65 કરોડની સંપત્તિ ટાંચમાં, પ્રમોટર્સના શેર પણ જપ્ત

PMLA હેઠળ 25 સપ્ટેમ્બરે પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર, બેંક ઓફ ઈન્ડિયાને Rs 81.97 કરોડનું નુકસાન પહોંચાડવાના કેસમાં કાર્યવાહી, કંપનીના Rs 25.08 કરોડના બેંક બેલેન્સ ફ્રીઝ, શૈલેષ ભંડારી અને મુકેશ ભંડારીના 13.57 લાખ શેર જપ્ત

અમદાવાદ તા. ૦૧ અમદાવાદ સ્થિત જાણીતી કંપની Electrotherm (India) Ltd. સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. EDના અમદાવાદ ઝોનલ ઓફિસે PMLA - પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 5(1) હેઠળ તા. 25 સપ્ટેમ્બર 2026 ના રોજ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરી કંપનીની આશરે રૂ. 43.65 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હોવાનું સામે આવ્યું છે.

 

BSE/NSE ને કંપનીએ આપેલી માહિતી મુજબ, ED એ કંપનીના બે બેંક ખાતામાં રહેલા રૂ. 25.08 કરોડ ફ્રીઝ કર્યા છે, સાથે જ પ્રમોટર અને એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન શૈલેષ ભંડારીના 6,98,275 શેર અને પ્રમોટર અને પૂર્વ ચેરમેન મુકેશ ભંડારીના 6,59,500 શેર એમ કુલ 13,57,775 ઈક્વિટી શેર પણ એટેચ કર્યા છે.

 

આ કાર્યવાહીનો મૂળ કેસ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર CBI દ્વારા દાખલ કરાયેલ FIR સાથે જોડાયેલો છે. બેંકનો આક્ષેપ છે કે કંપનીની કુલ બાકી લેણાં રકમ રૂ. 631.97 કરોડ હતી, જે જૂન 2014 માં Edelweiss Asset Reconstruction Company Ltd. ને માત્ર રૂ. 550 કરોડમાં ટ્રાન્સફર કરી દેવાતા બેંકને રૂ. 81.97 કરોડનું નુકસાન થયું હતું. આ રકમને ED એ પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ ગણી છે. c0dca67f

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ED એ કંપનીના બે ખાતામાંથી રૂ. 34.29 કરોડ, શૈલેષ ભંડારીના એક ખાતામાંથી રૂ. 83.18 લાખ ફ્રીઝ કર્યા હતા અને એક લક્ઝરી કાર જપ્ત કરવા બદલ રૂ. 3.20 કરોડની FD લેવામાં આવી હતી. જાન્યુઆરી 2025 માં થયેલા સર્ચ ઓપરેશનમાં 37 બેંક ખાતામાંથી રૂ. 33.67 કરોડ ફ્રીઝ અને બે મર્સિડીઝ કાર જપ્ત કરવામાં આવી હતી. c0dc2ca7

 

કંપનીએ જણાવ્યું છે કે તેઓ કાનૂની સલાહ લઈ રહ્યા છે અને આ મામલે ગુજરાત હાઈકોર્ટ અને PMLA એપેલેટ ટ્રિબ્યુનલમાં પડતર અરજીઓ ચાલી રહી છે.

(4:51 PM IST)