તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 29th October 2026
અમદાવાદ ડ્રગ્સ કેસમાં PMLA અંતર્ગત EDના દરોડા. મુંબઈ અને ગુજરાતમાં 11 સ્થળોએ ED ટીમના દરોડા
ડ્રગ્સ કેસના આરોપી નવીન ચીચકર મામલે PMLA અંતર્ગત ED ની તપાસ:આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ:નવીન ચીચકર કોકેઈન, હાઇડ્રોપોનિક ગાંજો, LSD તેમજ કેનાબીસ એડિબલના વેપાર સાથે સંકળાયેલો

અમદાવાદ ડ્રગ્સ કેસમાં PMLA અંતર્ગત EDના દરોડાનો દોર શરૂ થયો છે,મુંબઈ અને ગુજરાતમાં 11 સ્થળોએ ED ટીમના દરોડા પડ્યા છે. ડ્રગ્સ કેસના આરોપી નવીન ચીચકર મામલે PMLA અંતર્ગત ED ની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, EDની તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છેવ,. નવીન ચીચકર કોકેઈન, હાઇડ્રોપોનિક ગાંજો, LSD તેમજ કેનાબીસ એડિબલના વેપાર સાથે સંકળાયેલો છે. ડ્રગ્સના રૂપિયાની વિદેશમાં હવાલા અને ક્રિપ્ટોકરન્સી થકી હેરફેર કરતો હોવાનું સામે આવ્યું છે નવીન સામેની NCB ની તપાસમાં જાન્યુઆરી 2025 ઓટ્રેલિયાનું પાર્સલ મળ્યું હતું . NCBની તપાસમાં પાર્સલમાંથી 200 ગ્રામ દક્ષિણ અમેરિકાનું કોકેઈન મળી આવ્યું હતું . જેના આધારે NCB ની ટીમ ડ્રગ્સ કેસમાં સંદોળવાયેલા નવીન ચીચકર સુધી પહોંચી હતી નવીન મલેશિયાથી ડિપોર્ટ થતા તેની ભારતમાં ધરપકડ કરવામાં આવી હતી . જે પછી નવીનના ભાઈ ધીરજની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી .
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
