તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
આર્થિક લૂંટ...દિવાળી પહેલાં ખાનગી બસોના ભાડામાં તોતિંગ વધારો!
મજબૂરીનો લાભ ઉઠાવતા ટ્રાવેલ્સ સંચાલકોઃ રેગ્યુલર રૂટમાં રૂ.૬૦૦ની સિંગલ સીટનું ભાડું વધીને રૂ.૧,૨૦૦ સુધી પહોંચ્યું, ડબલ સોફાનું ભાડું રૂ.૨,૪૦૦થી રૂ.૩,૦૦૦ સુધી વસૂલાતું હોવાના આક્ષેપ : રોજની ૩૦૦થી ૪૦૦ ખાનગી બસો સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ દોડે છે

સુરત,તા.૭: ગુજરાતના આર્થિક પાટનગર તરીકે ઓળખાતા સુરતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના હજારો લોકો વેપાર-ધંધા અને રોજગારી માટે વસવાટ કરે છે. દિવાળી જેવા મોટા તહેવારો નજીક આવતાં જ આ લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે. જોકે, વતન જવાની ઉતાવળ અને સરકારી બસો તથા ટ્રેનોમાં ટિકિટની અછતનો લાભ હવે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો ઉઠાવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તહેવાર પહેલાં ખાનગી લક્ઝરી બસોના ભાડામાં બેફામ વધારો થતાં મુસાફરોને આર્થિક લૂંટનો સામનો કરવો પડી રહ્યો છે.
સામાન્ય દિવસોમાં સુરતથી ભાવનગર, જૂનાગઢ, જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં જવા માટે સિગલ સીટનું ભાડું અંદાજે રૂ.૬૦૦ જેટલું હોય છે, જ્યારે ડબલ સોફાનું ભાડું રૂ.૧,૦૦૦થી રૂ.૧,૨૦૦ની આસપાસ રહેતું હોય છે. પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ ભાડામાં સીધો બમણાથી પણ વધુ વધારો જોવા મળી રહ્યો છે. હાલ સિગલ સીટ માટે રૂ.૧,૦૦૦થી રૂ.૧,૨૦૦ અને ડબલ સોફા માટે રૂ.૨,૪૦૦થી રૂ.૩,૦૦૦ સુધીનું ભાડું વસૂલવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે.
સરકારી બસો અને ટ્રેનોમાં બુકિગ ન મળતાં ખાનગી બસો એકમાત્ર વિકલ્પુણુશ્વ /ૂદિવાળી નિમિત્તે વતન જવા ઇચ્છતા લોકો માટે સરકારી બસોમાં પૂરતું બુકિગ મળતું નથી. બસોની સંખ્યા મુસાફરોની સરખામણીએ ઓછી હોવાથી અનેક લોકોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને ઉતર્યા બાદ પોતાના ગામ સુધી પહોંચવા માટે ૨૦થી ૨૫ કિલોમીટરથી લઈને ૫૦ કિલોમીટર સુધી અન્ય વાહનોનો સહારો લેવો પડે છે. તેની સામે ખાનગી લક્ઝરી બસો મુસાફરોને સીધા તેમના ગામ અથવા ઘરના નજીકના સ્થળે ઉતારતી હોવાથી લોકો મોંઘા ભાડા ચૂકવીને પણ ખાનગી બસોની પસંદગી કરી રહ્યા છે.
દિવાળી નિમિત્તે વતન જવા ઇચ્છતા લોકો માટે સરકારી બસોમાં પૂરતું બુકિગ મળતું નથી. બસોની સંખ્યા મુસાફરોની સરખામણીએ ઓછી હોવાથી અનેક લોકોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને ઉતર્યા બાદ પોતાના ગામ સુધી પહોંચવા માટે ૨૦થી ૨૫ કિલોમીટરથી લઈને ૫૦ કિલોમીટર સુધી અન્ય વાહનોનો સહારો લેવો પડે છે. તેની સામે ખાનગી લક્ઝરી બસો મુસાફરોને સીધા તેમના ગામ અથવા ઘરના નજીકના સ્થળે ઉતારતી હોવાથી લોકો મોંઘા ભાડા ચૂકવીને પણ ખાનગી બસોની પસંદગી કરી રહ્યા છે.
સુરતથી દરરોજ અંદાજે ૩૦૦થી ૪૦૦ ખાનગી બસો મુસાફરોને લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ રવાના થતી હોવાનો અંદાજ છે. આ બસો રાત્રિના સમયે સુરતથી નીકળે છે અને સવારે સૌરાષ્ટ્રનાં અલગ-અલગ શહેરો તથા ગામોમાં મુસાફરોને ઉતારી દે છે. ત્યારબાદ બસો મુસાફરોને ઉતારીને તાત્કાલિક પરત સુરત આવવા રવાના થઈ જાય છે. ફરી બીજા દિવસે રાત્રે મુસાફરોને લઈને વતન તરફ જાય છે. આમ, ખાનગી બસોનું આવાગમન સતત ચાલુ રહે છે.
હાલ દિવાળી પહેલાં સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ આ જ રીતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી સુરત પરત આવનારા લોકોની સંખ્યામાં વધારો થશે. બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા તહેવારની સિઝનનો લાભ લઈને ભાડામાં મનફાવે તેમ વધારો કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો છે. હાલ ડબલ સોફાનું ભાડું રૂ.૨,૪૦૦થી રૂ.૩,૦૦૦ સુધી પહોંચી ગયું છે, જ્યારે આગામી બે દિવસમાં આ ભાડું વધીને રૂ.૩,૦૦૦થી રૂ.૩,૫૦૦ સુધી પહોંચી શકે તેવી ચર્ચા ટ્રાવેલ્સ ક્ષેત્રનાં સૂત્રોમાં ચાલી રહી છે.
એક તરફ લોકો પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા વતન જવા માટે ઉત્સુક છે, તો બીજી તરફ મોંઘા ભાડાના કારણે તેમના બજેટ પર વધારાનો બોજ પડી રહ્યો છે. સરકારી પરિવહન વ્યવસ્થામાં પૂરતી સુવિધા અને ટિકિટ ઉપલબ્ધ ન હોવાના કારણે મુસાફરો પાસે ખાનગી બસો પસંદ કરવા સિવાય ખાસ વિકલ્પ રહેતો નથી. ત્યારે તહેવારોના નામે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા કરવામાં આવતા ભાડા વધારા પર તંત્ર ક્યારે લગામ લગાવશે તેવો સવાલ મુસાફરોમાં ઉઠી રહ્યો છે.(૪૦.૬)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
