<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કચ્છ અને વલસાડમાં ભૂકંપના આંચકા: રિકટર સ્કેલ પર 3.1 અને 2.9 ની નોંધાઈ તિવ્રતા

સાંજના 7 વાગીને 16 મીનિટે વલસાડમાં ભૂકંપના આંચકા: કેન્દ્રબિંદુ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશમાં 44 કિમી દૂર નોંધાયું

ગુજરાતમાં આજે સાંજે વલસાડ અને બપોરના સમયે કચ્છમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. સાંજના 7 વાગીને 16 મીનિટે વલસાડમાં આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા 3.1 રિકટર સ્કેલ પર નોંધાઈ હતી. ભૂકંપનુ આ કેન્દ્રબિંદુ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશમાં 44 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે કચ્છના દુધઈથી 28 કિમી દૂર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આજે બપોરના 3 વાગીને 6 મીનિટે આવેલા ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાઈ હતી.

(9:03 PM IST)