<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

અમદાવાદ પંથકમાં વહેલી સવારે ધ્રૂજી ધરતીઃ ૨.૬નો ભૂકંપ

વહેલી સવારે સાડા ચાર વાગ્‍યાની આસપાસ ભૂકંપ આવતા અમદાવાદીઓમાં ફફળાટ ફેલાયો

અમદાવાદ તા.૩૦: આજે વહેલી સવારે નાના એવા ભૂકંપના આંચકાથી અમદાવાદ શહેરની ધરા ધ્રૂજી ઉઠી હતી છે. વહેલી સવારે સાડા ચાર વાગ્‍યાની આસપાસ અમદાવાદમાં ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ આવતા અમદાવાદીઓમાં ફફળાટ ફેલાયો છે.

આજે વહેલી સવારે અમદાવાદ પંથકમાં ધરતી ધ્રૂજવાનો હળવો અહેસાસ થતાં લોકોમાં થોડીવાર માટે ચિતા ફેલાઈ ગઈ હતી. ગાંધીનગર સ્‍થિત ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ સિસ્‍મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ૪:૩૯ વાગ્‍યે રિક્‍ટર સ્‍કેલ પર ૨.૬ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો હતો. આ આંચકાનું કેન્‍દ્રબિદુ અમદાવાદથી આશરે ૨૯ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પヘમિ દિશામાં અને જમીનથી અંદાજે ૨૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.

ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાને કારણે સદનસીબે ક્‍યાંય પણ મોટા નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્‍યા નથી. વહેલી સવારના સમયે કેટલાક વિસ્‍તારોમાં જાગી ગયેલા નાગરિકોને હળવો ધ્રુજારો અનુભવાયો હતો. ગુજરાત રાજ્‍ય ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રમાં આવતું હોવાથી પૃથ્‍વીના પેટાળની સામાન્‍ય હલચલને કારણે આવા નાના આંચકા સમયાંતરે નોંધાતા રહે છે.

 

(10:30 AM IST)