તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજીને જન્મદિને પરિમલ નથવાણીની ભાવભીની શુભકામના
‘આપના આશીર્વાદ અને માર્ગદર્શન સૌના જીવનમાં સદાય જળવાઈ રહેઃ પ્રભુ દ્વારકાધીશ દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય આપે’ જ્ઞાન, તપ, સાધના અને સનાતન ધર્મ પ્રત્યેના સમર્પણના પ્રતીક એવા અનંતશ્રીવિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુનો જન્મદિવસ

દ્વારકા : જ્ઞાન, તપ, સાધના અને સનાતન ધર્મ પ્રત્યેના સમર્પણના પ્રતીક એવા અનંતશ્રીવિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના જન્મદિવસ નિમિત્તે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
શ્રી નથવાણીએ સોશ્યલ મિડિયા પર સ્વામીજી સાથેની પોતાની તસવીર શેર કરતા જણાવ્યું હતું કે, “આપના આશીર્વાદ અને માર્ગદર્શન અમારા સૌના જીવન ઉપર સદાય જળવાઈ રહે. પ્રભુ દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે.”
સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારકાના પશ્ચિમામ્નાય શ્રી શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય છે. વર્ષ ૨૦૨૨માં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થયા બાદ તેમણે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકે જવાબદારી સંભાળી હતી.
સનાતન ધર્મ, વેદાંત, આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં સ્વામી સદાનંદ સરસ્વતીજીનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. તેમના જન્મદિવસે દેશભરના સંતો, અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
