News of Sunday, 19th April 2026
મુંબઈમાં લેન્સકાર્ટની ટ્રેનિંગ દરમિયાન ચોટલી અને તિલક દૂર કરવા માટે દબાણ કરાયું: સુરતના યુવાને કર્યો આક્ષેપ
યુવાને હિન્દુ ધાર્મિક ચિહ્નો દૂર કરવાનો ઇન્કાર કરતા, તેને ટ્રેનિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો

સુરતના યુવક સાથે લેન્સકાર્ટની તાલિમ દરમિયાન ગંભીર ઘટના બની હોવાનો આક્ષેપ કરાયો છે. સુરતના ઝીલ સોઘાસિયા નામના યુવાનને મુંબઈમાં લેન્સકાર્ટની ટ્રેનિંગ દરમિયાન શીખા (ચોટલી) અને તિલક દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવાને હિન્દુ ધાર્મિક ચિહ્નો દૂર કરવાનો ઇન્કાર કરતા, તેને ટ્રેનિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો છે. યુવાને કંપનીની આ નીતિ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન એક યુવાને ધાર્મિક ભેદભાવનો યુવકે આક્ષેપ કર્યો હતો સુરતના યુવકે ઇન્ટરવ્યૂ દરમ્યાન શીખા અને તિલક દૂર કરવા કહેતા તેણે ઇન્કાર કર્યો હતો . ખાનગી કંપની દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો યુવાને હવે કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. નોકરીમાં સમાનતા અને અધિકારો અંગે ચર્ચા તેજ થઈ છે. આ ઘટના બાદ કોર્પોરેટ સેક્ટરમાં ધાર્મિક ચિહ્નો પહેરવાની સ્વતંત્રતા અને ભેદભાવ મુક્ત વાતાવરણ અંગે સવાલો ઉભા થયા છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
