તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Saturday, 30th May 2026
ગુજરાતમાં ઝડપી આર્થિક વિકાસના પગલે ૨૦૨૭-૨૮માં વીજ માગ ૨૯૯૦૦ મેગાવોટ થશે
CEAના અહેવાલ મુજબ ૨૦૩૪-૩૫માં ૫૬૦૦૦ મેગાવોટ થશે : રાજ્યમાં ૨૩મી મેના રોજ વીજ માગ ૨૬૬૨૨ મેગાવોટની સપાટીએ નોંધાઈ

નવી દિલ્હી,તા.૩૦: ગુજરાત રાજ્યમાં વીજ માર્ગ સતત વધી રહી છે. ૨૩મી મેના રોજ રાજ્યમાં વીજ માગ ૨૬૬૨૨ મેગાવોટની સપાટીએ પહોંચી હતી. હાલમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેના કારણે વીજ માર્ગ સતત વધી રહી છે. કાળઝાળ ગરમીના કારણે રૂફટોપ સોલર સહિતના સોલર પાવર પ્રોજેક્ટમાં વીજ ઉત્પાદન વધી જવા પામ્યુ છે. રાજ્યમાં સતત વીજ માગ વધી રહી છે ત્યારે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ એક અહેવાલમાં ગુજરાતમાં આગામી વર્ષોમાં બમણાં ઉપરાંત વીજ માર્ગ થઈ તેમ જો જણાવ્યું છે. ૪૧૮૪ ઝડપી ઔદ્યોગિકરણ, વેપારી પ્રવૃત્તિઓમાં થઈ રહેલા ઝડપી વધારા અને સામાન્ય નાગરિકોની જીવન શૈલીમાં થઈ રહેલા વ્યાપક સુધારાના પરિણામે આગામી ૨૦૨૭- ૨૮માં રાજ્યની વીજ માર્ગ ૨૯૯૯૦ મેગાવોટની સપાટીએ પહોંચી જશે. જવારે ૨૦૨૩૪-૩૫માં તો વીજ માર્ગ ગણનાપાત્ર રીતે વધીને ૫૬૦૦૦ મેગાવોટની સપાટીએ પહોંચી જશે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના આ અહેવાલ મુજબ ગુજરાતમાં ઝડપથી થઈ રહેલી આર્થિક વૃધ્ધિનું સીધુ પરિણામ વીજ માગમાં ઝડપથી ગણનાપાત્ર વધારો રહેશે. ૨૦૨૪-૨૫માં વીજ માર્ગ ૨૫૦૦ મેગાવોટ હતી. આગામી વર્ષોમાં ચીન હાઈ ડ્રોજન અને ગ્રીન એમોનિયા દ્વારા વીજ ઉત્પાદન ૩૨૦૦૦ મેગાવોટ વધુ મળતું થશે.
ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં માર્ચ ૨૫ સુધીમાં વીજળીની સ્થાપિત ક્ષમતા ૫૮૨૦૦ મેગાવોટ હતી. જેમાં ૩૧૨૦૦ મેગાવોટ તો પુનઃ પ્રાપ્ય ઊર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીની હતી. ૨૦૨૯-૨૭માં આ ક્ષમતા વધીને ૯૭૦૦૦ મેગાવોટ થઈ જશે. જ્યારે ૨૦૩૪-૩૫માં રાજ્યમાં વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ૧૮૩૦૦૦ મેગાવોટ થઈ જશે. હાલમાં ય્ચ્ની સ્થાપિત ક્ષમતા ૩૧૪૦૦ મેગાવોટ છે, જે સ્થાપિત ક્ષમતાના પ૪ ટકા છે. જેમાં સૌર અને પવન ઊર્જાનો સમાવેશ થાય છે. વધતી જતી વીજ માગને સંતોષવા માટે ગુણવત્તાવાળી વીજ પવહન ક્ષમતા જરૂરી છે. જેના આવોજન માટે ૭૨૭૯ સર્કિટ કિલોમીટર આઈએસટીએસ લાઈન અને ૫૯૧૫ સર્કિટ કિલોમીટર લાઈ નનું નેટવર્ક મજબૂત બનાવવામાં આવશે. ૨૦૨૭-૨૭માં હાલના ૪૦૦ કિલો વોટના ટ્રાન્સમિશન સ્ટેશનની ક્ષમતા વધારવામાં આવશે. કેટલાકને ૩૬૫ કિલો વોટ ની ક્ષમતાના તૈયાર કરવામાં આવશે અથવા તો નવા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ૪૦૦ કિલોવોટ અને ૨૨૦ કિલોવોટના સબ સ્ટેશનનું માળખું પણ મજબૂત બનાવવામાં આવશે. હાલમાં રાજ્યમાં કોલસા અને લિગ્નાઈટ આધારે વીજ ઉત્પાદન ૧૯૦૭૨ મેગાવોટ ( ૨૭,ચ્પ્) અને ગેસ આધારીત વીજ ઉત્પાદન ૯૮૯૯ મેગાવોટ (૧૧.૮ ટકા), હાઈડ્રો વીજ ઉત્પાદન ૧૯૯૦ મેગાવોટ અને પરમાણુ વીજ ઉત્પાદન ૧૮૪૦ મેગાવોટ છે.
ગુજરાતમાં ૨૦૧૬-૧૭માં પીક ડિમાન્ડ ૧૬૦૦૦ મેગાવોટથી ૧૮૦૦૦ મેગાવોટ જોવા મળી હતી. જે
૨૦૨૬માં પીક ડિમાન્ડ હાલમાં ૨૬૦૦૦ મેગાવોટની આસપાસ જોવા મળી રહી છે. શહેરી વીજ માગ અને ઔધોગિક વીજમાગ તથા ઝડપથી વધી રહેલી આર્થિક પ્રવૃત્તિઓના પરિણામે આ વીજ માગ વધી છે. ઔધોગિક વીજ માગ ૪૦ ટકા ઉપરાંત જોવા મળે છે છેલ્લા દાયકામાં વીજ પુરાંત ધરાવતું રાજ્ય બન્યું છે.
દેશમાં ક્લિન એનર્જીમાં ગુજરાતના હિસ્સો ૧૨ ટકા રહ્યો છે. હજી ૩૦૦૦૦ મેગાવોટના હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં આવી રહ્યા છે. જે પારંપરિક થર્મલ વીજળી કરતા આગળ આવી જશે. ગુજરાતએ ત્ય્શ્ચ્ દ્વારા ૧૦૫ ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાક રાખ્યો છે. રાજ્યમાં ૭૨૬ સ્કેવર કિ.મી. મા એક હાઇબ્રિડ ય્ચ્ પાર્ક પણ આકાર લઇ રહ્યો છે. જે સિગાપોરના આકાર જેટલો ગણાય છે. ગુજરાત રાજ્ય અશ્મિભૂત ઇંધણના બદલે પુનઃ પ્રાપ્ય વીજળીના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે. પવન ઊર્જામાં પણ દેશમાં ગુજરાત અગ્રેસર છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
