<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કાવેરી નદી બે કાંઠે:તડકેશ્વર મહાદેવ મંદિર સિઝનમાં ત્રીજી વખત જળમગ્ન થયું

નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત:નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના

નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કાવેરી નદીમાં નવા નીર આવ્યા છે. છેલ્લા 24 કલાકથી કાવેરી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પાણીની આવક વધતા તડકેશ્વર મહાદેવ મંદિર આ સિઝનમાં ત્રીજી વખત જળમગ્ન થયું છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

(9:24 PM IST)