<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીનું જળસ્તર વધતાં ગણદેવીના ખખવાડા ગામમાં અનેક લોકો પૂરનાં પાણીમાં ફસાઈ ગયા

સ્થિતિ ગંભીર બનતાં NDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 38 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા : હાલ NDRFની ટીમ દ્વારા ગણદેવીના સોનવાડી ગામમાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે અંબિકા નદીનું જળસ્તર વધતાં ગણદેવી તાલુકાના ખખવાડા ગામમાં અનેક લોકો પૂરનાં પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થિતિ ગંભીર બનતાં NDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 38 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા . રેસ્ક્યુ કરાયેલા લોકોમાં 17 પુરુષ, 11 મહિલા અને 10 બાળકોનો સમાવેશ થાય છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકો પોતાનો જીવ બચાવવા માટે ઘરના છાપરા પર ચઢી ગયા હતા. હાલ NDRFની ટીમ દ્વારા ગણદેવીના સોનવાડી ગામમાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. . 

(1:25 PM IST)