<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ફટાકડાના કારણે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું

.શહેરમાં રાયખડ વિસ્તાર 276 AQI સાથે સૌથી વધુ પ્રદૂષિત: રખિયાલમાં 266, એરપોર્ટ વિસ્તારમાં 214 અને ચાંદખેડામાં 200 AQI નોંધાયો

અમદાવાદ :દિવાળી દરમિયાન ફોડાયેલા ફટાકડાના કારણે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે અને વાયુ ગુણવત્તા ખાથડતાં અનેક વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચી ગયો છે.શહેરમાં રાયખડ વિસ્તાર 276 AQI સાથે સૌથી વધુ પ્રદૂષિત નોંધાયો છે, જ્યારે રખિયાલમાં 266, એરપોર્ટ વિસ્તારમાં 214 અને ચાંદખેડામાં 200 AQI નોંધાયો છે.આ ઉપરાંત મણિનગરમાં 198, સેટેલાઇટમાં 153 અને બોપલમાં 141 AQI નોંધાતાં સમગ્ર શહેરમાં પ્રદૂષિત દૂષિત હવાને કારણે રહીશોમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા વધી છે.

(6:10 PM IST)