<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાજપીપળા એસટી ડેપોના પ્લેટફોર્મમાં બસ ઘુસાડનાર ડ્રાઈવરને આખરે સેન્સપેન્ડ કરાયો

એસટીના અધિકારીઓએ રાજપીપળા પોલીસમાં જાણવાજોગ આપતા ડ્રાઈવરનો જામીન પર છૂટકારો થયો હતો:હાલમાં થયેલી નવી ભરતી માં છ એક મહિના પહેલા આ ડ્રાઈવર લાગ્યો હતો અને આ ઘટના બનતા સસ્પેન્ડ થયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :મંગળવારે સવારે રાજપીપળા એસટી ડેપો માં એક પૂરપાટ આવેલી બસ તોડફોડ કરી પ્લેટફોર્મ માં ઘૂસી જતા ત્યાં અફરાતફરી મચી હતી જેમા અમુક વ્યક્તિઓ ને ઇજા થવાની પણ માહિતી હતી, એસટી ડેપો માંથી દાહોદ તરફ જવા નીકળેલી બસ નંબર GJ. 18.ZT 0279 નંબર ની એસટી બસ ના ચાલક રાજેશ રાજારામ રબારી રૂટિન મુજબ બસ પ્લેટફોર્મ માંથી પૂરપાટ હંકારી લાવી આ બસ ને પ્લેટફોર્મ ઉપર મૂકવા જતા અચાનક બસે કાબુ ગુમાવતા બસ પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી ગઈ જેમાં મોટું નુકશાન થયું પરંતુ પ્લેટફોર્મ ઉપર બેઠેલા મુસાફરો નો આબાદ બચાવ થયો અને ડેપો માં અફરા તફરી મચી હતી. જોકે આ ઘટના મા અમુક વ્યક્તિઓ ને ઇજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે એસટી અમારી સલામત સવારી સૂત્ર ના ધઝિયા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના બાદ બસ ચાલક પોલીસ સ્ટેશન નાશી છૂટ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ ઘટના ની સત્ય હકીકત બાબતે પૂછતા ડેપો મેનેજર એચ.એસ. જોશી એ કહ્યું કે બ્રેક ફેલ કે ડ્રાઈવર નશામાં હોવાની બાબત ખોટી છે હકિકત માં ડ્રાઈવર એ બસ આગળ વધારતા પહેલા એર ભરવી પડે તો બ્રેક બરાબર લાગે પરંતુ એ નહીં ભરી કે ઓછી ભરી હોવાથી બ્રેક નહીં લાગતા બસ પ્લેટફોર્મ માં ઘૂસી ગઈ, ઘટના બાદ તુરત અને પોલીસ પણ જાણ કરતા પોલીસે જાણવાજોગ લીધો હતી. હાલ માં તો ડ્રાઈવર ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. છ એક મહિના પહેલાજ આ ડ્રાઈવર નવી ભરતી માં લાગ્યો હતો પરંતુ તેની ગંભીર ભૂલ ના કારણે તે સસ્પેન્ડ થયો.હાલ તો તે જામીન પર બહાર છે

(1:00 AM IST)